________________
૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
ગુણ ગણના ઉપાર્જનમાં તૃષ્ણાવાળો બને છે અને બીજાના છીદ્રો જોવામાં ચક્ષુ વિનાનો થતો જાય છે. અનાદિકાળથી જીવોનો સ્વભાવ બીજાના છીદ્રો જોવા અને પોતાના ગુણોની પ્રશંસા કરવી આ જે દોષ હતો તેના બદલે બીજાના નાના ગુણોને જોઇને મોટા કરી કરીને પ્રશંસા કરતો જાય અને પોતાના નાના દોષોને મોટા કરી કરીને દૂર કરવાનો પ્રયત્ન કરતો જાય છે આથી બીજાના દોષોને જોવામાં ચક્ષુ વિનાનો બને છે એમ કહેવાય છે.
આવા જીવો ગુરૂજનની એટલે વડીલોની કઇ શિક્ષાને પામે છે ? તેનાથી તે જીવો કેવા બને છે એ જણાવે છે કે
અતિશય વૃધ્ધિને પમાડેલી એવી પણ ધનૠધ્ધિ-દુર્વિનય રૂપ પવનથી પ્રતિહત (એટલે હણાઇ) થઇ થકી દીપકની શિખાની માફ્ક એક્દમ જ નાશને પામે છે. હિમ અને મોતીના હારના જેવો ધોળો એવો પણ ગુણોનો શેષ સમુદાય જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી તેમ વિનય વિના શોભતો નથી. અત્યંત પ્રિય પરોપકારી અને ભુવનમાં પ્રસિધ્ધ એવો પણ મનુષ્ય જો વિનયથી રહિત હોય તો તે મોટા ભુજંગની જેમ તજી દેવાય છે. આ પ્રકારના દુર્વિનયપણાના દોષ સમૂહને બુધ્ધિપૂર્વક જાણીને સમસ્ત કલ્યાણના કુલ ભુવન રૂપ વિનયમાં રમ. વિનય સલ કલ્યાણનું કુલ ભુવન શાથી છે ? તે કહે છે. વિનયથી ગુણો થાય છે. ગુણોથી લોક અનુરાગને ધરનાર થાય છે અને સકલ લોક જેના પ્રત્યે અનુરાગવાળો હોય છે તેને સઘળી ૠધ્ધિઓ થાય છે. ઋધ્ધિઓથી સહિત એવો પુરૂષ ગજવરની માફ્ક નિરંતર દાનના વર્ષણ દ્વારા માગણ ગણ અને પ્રેમીઓ ઉપર લીલાપૂર્વક ઉપકારને કરે છે. આ રીતે ઉપકાર કરવાથી આ ચંદ્ર કાલિકી કીર્તિ પ્રાપ્ત થાય છે. સ્થિર એવી એ કીર્તિ યુગનો વિગમ થાય તો પણ વિનાશને પામતી નથી અને બાકીનું બીજું તો ઉત્પત્તિ અને વિનાશવાળું તથા અલ્પ દિવસની સ્થિતિવાળું છે. આ પ્રમાણેની ગુરૂજનની શિક્ષાને ગ્રહણ