________________
-
-
-
—
—
—
—
—
—
—
ચૌદ વણસ્થાનક ભાગ-૨ કરે છે આથી સજ્જન લોકમાં વિશ્વાસના શ્રેષ્ઠ સ્થાનને પામે છે.
આ ઉપરથી વિચાર એ કરવાનોકે ભગવાનની વાણીના શબ્દો સાંભળતાં સાંભળતાં વિચારતાં આત્મામાં આવા કોઇ ગુણો પેદા થતાં હોય, આત્માની આવી સ્થિતિ દેખાતી હોય એમ લાગે. છે ખરૂં ? જો આવી સ્થિતિનો અનુભવ થતો દેખાય તોજ સમજવું કે આપણે કાંઇક લઘુકર્મીપણામાં જરૂર આવેલા છીએ. આવી સ્થિતિમાં રહેલા જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ હોતો નથી તેમજ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ હોતો નથી. આ રીતે રોજ રોજ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે ભગવાનની વાણીના શબ્દો પ્રત્યે રાગ થાય એ રાગથી આનંદ થતો જાય અને વિચાર આવે કે જો મને ભગવાનની વાણી સાંભળવા ન મળી હોત તો મારું શું થાત ? હું કેવો હોત ? અને શું શું કરતો હોત ? માટે હું કેટલો ભાગ્યશાળી કે આ વાણી મને સાંભળવા મલી. આ રીતે રોજ વિચારણા કરી ભગવાનની વાણી પ્રત્યે બહુમાન અને આદરભાવ વધતો જાય-સ્થિર થતો જાય એનાથી પાપ ભીરતા ગુણપેદા થતો જાય એટલેકે પાપને પાપ રૂપ માન્યતા પેદા થતી જાય-તે માન્યતા વધતી જાય અને દ્રઢ થતી જાય કે તેને લાગે કે આ વાણી દ્વારા પાપને પાપ રૂપે ઓળખી શક્યો માટે પાપથી બચવા પ્રયત્ન કરતો રહીશ. આ વિચારણાના પરિણામથી પાપને સાપ કરતાં અધિક રીતે માને એટલેકે જેટલો સાપથી ગભરાય તેના કરતાં વિશેષ પાપથી ગભરાટ પેદા થતો જાય. આ ભયથી જીવને પુણ્યાનુબંધિપુણ્યની શરૂઆત થાય છે કે જે પુણ્યથી સદ્ગુરૂની પ્રાપ્તિ સુલભ બને છે. આ પાપભીરુતા ગુણના કારણે હવે જીવને અનુકૂળ પદાર્થોને સર્વસ્વ માની જે કાર્ય કરવા પડે તે કરવા તૈયાર થતો હતો તેમાં હવે તેની ઇચ્છાઓ થતી જ નથી અને સુખ રહે-ટકે કે જાય તેની હવે ઝાઝી ચિંતા કે વિચારણા હોતી નથી. એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યે જે રાગ હતો મારાપણાનું મમત્વ જે રહેતું હતું-વધતું