________________
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
- -
૨૩૦
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ કરવાનો તથા ઉપાદેયનો સ્વીકાર કરવાનો વિચાર થયા કરે એય પુરૂષાર્થ છે; અને, સમ્યગ્દષ્ટિ આત્માઓને એ પુરૂષાર્થ મોટે ભાગે ચાલુ હોય. વાત એ છે કે-વૈરાગ્ય હોવા માત્રથી વિરતિનો સ્વીકાર કરી શકાય એવું નથી. વૈરાગ્ય હોય અને વિરતિનો પરિણામ પ્રગટે, તો જ સાચા ભાવે ચારિત્રનો સ્વીકાર કરી શકાય. સમજી ગયા તમે ? ઉદયસુન્દર, મનોરમા વગેરેને પણ આ નિમિત્તે વિરતિનો પરિણામ પ્રગટેલો. એટલે, એમાંના કોઇએ વિરતિના પરિણામ વિના દીક્ષા લીધી એમ કહેવાય નહિ. છતાં અહીં વૈરાગ્ય વિના દીક્ષા લીધી હશે, એવો પ્રશ્ન શાથી આવ્યો ? વૈરાગ્ય વિના અને ચારિત્રના પરિણામ વિના પણ દીક્ષા લેનારા હોઇ શકે છે, માટે ને ? પણ, આવા આત્માઓને માટે એવી કોઇ કલ્પના કરવી એ યોગ્ય નથી.
આ કુળમાં વૈરાગ્યના સંસ્કાર કેટલા બધા સુદ્રઢ અને વિકસિત હતા, એની તમને કલ્પના આવે એવો બીજો પણ બનાવ એ પછી તરતમાં જ બન્યો છે. શ્રી વજબાહુ વગેરેએ દીક્ષા ગ્રહણ કરી લીધી એટલે શ્રી વજુબાહુની સાથે અયોધ્યાથી આવેલો જે સેવકપરિવાર હતો, તે ત્યાંથી નીકળીને અયોધ્યા પહોંચી ગયો. તેણે જઇને શ્રી વજબાહુના પિતા વિજયરાજાને દીક્ષાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રી વજબાહુના પિતા વિજયરાજાએ રોમાંચ અનુભવ્યો. એમનો વૈરાગ્યભાવ તીવ્ર બની ગયો. એમને થયું કેમારો દીકરો મારા કરતાં સવાયો નીકળ્યો. એ બાળક સારો ને હું બુટ્ટો ખોટો. ખરો બાળ એ નહિ પણ હું, કે જે અત્યાર સુધી. સંસારમાં ફ્રી રહ્યો છું !” આવો વિચાર કરીને, તરત જ વિજયરાજાએ પણ પોતાના વજબાહુથી નાના પુત્રને રાજગાદીએ
સ્થાપિત કરી દીધો અને પોતે નિર્વાણમોહ નામના મહાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી.
કેવું આ કુટુમ્બ ? એ કુટુમ્બના સંરકાર કેવા ? “વાજબાહુએ