________________
૧૭૩
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ ચોથું પદ - “આત્મા ભોક્તા છે.”
જે જે ક્રિયા છે તે સર્વ સળ છે-નિરર્થક નથી. જે કંઇ પણ કરવામાં આવે છે તેનું ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિનું ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પર્શનું
ળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઇ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી “ભોક્તા' છે. પાંચમું પદ - “મોક્ષપદ છે”
જે અનુપમ ચરિત વ્યવહારથી જીવને કર્મનું કતપણું નિરૂપણ કર્યું. કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે, કેમકે-પ્રત્યક્ષ કષાયાદિ તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી તેના અપરિચયથી તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, તે ક્ષીણ થઇ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છટ્ઠ પદ - “તે મોક્ષનો ઉપાય છે.”
જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઇ કાળે સંભવે નહિ, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે, જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છેઉપશમ પામે છે-ક્ષીણ થાય છે. માટે જ્ઞાન પ્રદર્શન,ચારિત્રાદિ મોક્ષપદના ઉપાય છે. -
જ્ઞાની પુરૂષોએ સમ્યગ્દર્શનના મૂખ્ય નિવાસભૂત કહ્યા એવા