________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
––––––––––
જે જીવો એ પહેલા ગુણસ્થાનકે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચનું આયુષ્ય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યનું આયુષ્ય આ બેમાંથી કોઇપણ આયુષ્ય બાંધ્યું હોય અને પછી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે અને એ સમકતના કાળમાં પુરૂષાર્થ કરી ક્ષાયિક સમીકીત પામવા માટેનો પ્રયત્ન કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી કેટલાક જીવોનું આયુષ્ય પૂર્ણ થતાં ચોવીશની સત્તા લઇને તિર્યંચમાં કે મનુષ્યમાં જઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીચનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થઇ ઘણાં ખરા સમ્યકત્વ મોહનીયના પુદ્ગલોને ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી આયુષ્ય પૂર્ણ થયે આ તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય તો ત્યાં બાકીના સમ્યકત્વ મોહનીયના પુગલોને ભોગવી નાશ કરી ક્ષાયિક સમીકીત પ્રાપ્ત કરી શકે છે. અને કેટલાક જીવો મનુષ્યગતિમાં જ સમ્યકત્વ મોહનીયના પુગલોનો સર્વથા ક્ષય કરી એકવીશ પ્રકૃતિઓની સત્તાવાળો થાય ત્યારે ક્ષાયિક સમકત પામી કાળ કરી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થઇ શકે છે. આથી નક્કી એ થાય છે કે જે મનુષ્યોએ પહેલા ગુણસ્થાનકે રહી સંખ્યાત વર્ષનું તિર્યંચનું મનુષ્ય આયુષ્ય બાંધેલું હોય તે જીવો ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરી ક્ષાયિક સમીકીતને પ્રાપ્ત કરી શકતા જ નથી. કદાચ અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તાવાળા થઇ શકે છે. એવી જ રીતે જે જીવો પહેલા ગુણસ્થાનકે વૈમાનિક દેવનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષયોપશમ સમકતની પ્રાપ્તિ કરે એ સમકતના કાળમાં ક્ષાયિક સમીકીત પામવાનો પુરૂષાર્થ કરે તો અનંતાનુબંધિ ચાર કષાયોનો ક્ષય કરી ચોવીશની સત્તા પ્રાપ્ત કરી કાળ કરીને દેવલોકમાં ઉત્પન્ન થઇ શકે છે. કેટલાક જીવો મિથ્યાત્વ અને મિશ્ર મોહનીચનો પણ ક્ષચ કરી સમ્યક્ત્વ મોહનીયના ઘણાં ખરા પુદ્ગલો ખપાવી થોડા ભોગવવાના બાકી