________________
IIIકે ભાઈ-૨ –– –– –
૨૪૦ – – –– – – –– – – – – – – – –– – સમકીત રાખી શકે છે. આ રીતે ઉત્કૃષ્ટથી ચોવીશની સત્તા જીવને એકસો બત્રીશ સાગરોપમ મનુષ્ય ભવ અધિક કાળ સુધી રહી શકે છે અને પછી ફરીથી મિથ્યાત્વ ગુસ્થાનકને પામીને અનંતાનુબંધી ચાર કષાયનો બંધ કરી શકે છે. આવા જીવોને જ્યારે અનંતાનુબંધિ કષાયનો બંધ ક્ષય કરીને ફ્રીથી શરૂ થયેલ છે ત્યારે મિથ્યાત્વની હાજરીમાં એક આવલિકા કાળ સુધી અનંતાનુબંધિ કષાયનો ઉદય હોતો નથી એમ કહેવાય છે પછી અવશ્ય ઉદય થાય છે.
ફ્રીથી મિથ્યા જઇને અનંતાનુબંધિ કષાયનો બંધ કરે ત્યારે તે જીવોને અનંતાનુબંધિ કષાયની વિસંયોજના રૂપે કહેવાય છે. હવે જે જીવો અનંતાનુબંધિ ચાર કષાય-મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય એ છ પ્રકૃતિઓનો ક્ષય કરીને બાવીશની સત્તાવાળા થાય છે. તે બાવીશની સત્તાવાળાનું આયુષ્ય પૂર્ણ થાય તો મરીને ચારે ગતિમાં જઇ શકે છે. તે આ રીતે. જે જીવોએ પહેલા ગુણસ્થાનકે એક થી ત્રણ નરકમાંથી કોઇ પણ નરકનું આયુષ્ય બાંધેલું હોય તો એ ક્ષયોપશમ સમકીત પામી બાવીશની સત્તા પ્રાપ્ત કરી ઘણી ખરી સમ્યકત્વ મોહનીયને ખપાવી થોડી ભોગવવાની બાકી રહે ત્યારે આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં જાય છે અને ત્યાં બાકીના સત્તામાં રહેલા સમ્યકત્વ મોહનીયન પુદ્ગલોને ઉદયમાં લાવીને ક્ષય કરી એકવીશની સત્તાવાળા થાય તે વખતે ત્યાં ક્ષાયિક સમકત પામે છે એમ કહેવાય છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ કરનાર પ્રસ્થાપક મનુષ્ય કહેવાય અને પૂર્ણતાની અપેક્ષાએ નિષ્ઠાપક નારકીના જીવો કહેવાય છે. અથવા કેટલાક જીવો નરક આયુષ્ય બાંધીને મનુષ્યપણામાં ક્ષાયકિ સમકીત પામે તો એ ક્ષાયિક સમીકીત લઇને પણ નરકમાં જાય છે એમ પણ બને છે. પણ એ જીવો ત્રણ નારકીથી આગળ જઇ શકતા નથી.