________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૯૧ આત્માને એ પુણ્યના વશથી પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ થાય છે. ગૌરવપૂર્ણ ભોગોની પ્રાપ્તિ, એ જેમ બાહ્ય ભોગસામગ્રીની ઉત્તમતાને સૂચવે છે, તેમ આન્તરિક ઉત્તમતાને પણ સૂચવે છે. એ ભોગો ઉત્તમ જાતિના હોય છે અને એ કાલમાં એ ભોગોના ભોક્તા આત્માનો વિરાગ પણ વિશુદ્ધ કોટિનો હોય છે. એને લઇને એ આત્મા લોકમાં જેમ ગૌરવપૂર્ણ જીવનવાળો હોય છે, તેમ અત્તરમાં અનાસક્ત જીવનવાળો હોય છે. આવા જીવનના પ્રતાપે એ આત્માને સર્વત્યાગ પણ સુલભ બને છે અને મુક્તિ પણ સુલભ બને છે. આમ, શ્રી જિનપૂજાને કરનારો આત્મા નિર્વિઘ્ન પણ બને છે, અભ્યદયશાલી પણ બને છે અને અત્તે શ્રી નિર્વાણક્વને પામનારો પણ બને છે. શ્રી જિનપૂજા નિર્વાણસાધની ધી રીતિએ ?
શ્રી જિનપૂજા કરનારને આ લોકમાં વિજ્ઞોપશમન દ્વારા સમાધિનું અને પરલોકમાં ગૌરવપૂર્ણ ભોગોનું ફ્લ મળે-એ તો સમજ્યા, પણ શ્રી જિનપૂજાથી શ્રી જિનપૂજકને નિર્વાણદ્ધની પ્રાપ્તિ થાય-એ વાત કેમ બંધબેસતી થાય ? –આવી શંકા ઉત્પન્ન થવા પામે નહિ અને કદાચ આવી શંકા ઉત્પન્ન થવા પામી હોય, તો તે શમી ગયા વિના પણ રહે નહિ, એ માટે પણ શાસ્ત્રકાર પરમર્ષિ આ વિંશિકામાં જ માને છે કે-પાણીના એક પણ બિન્દુને જો મહાસમુદ્રમાં નાખવામાં આવે, તો તે જેમ અક્ષયભાવને પામે છે. તેમ શ્રી જિનપૂજા પણ આત્માને અક્ષયભાવને પમાડે છે. જે ભાવ અક્ષયભાવમાં મળી જવા પામે છે, તે ભાવ નિયમાં સમસ્ત અક્ષયભાવને સાધનારો બને છે ! રસથી વિંધાયેલું તાંબું જેમ
થી તાંબાપણાને પામતું નથી, તેમ અક્ષયભાવમાં જે ભાવ મળી ગયો, તે અક્ષયભાવને સાધ્યા વિના રહેતો નથી. પરિપૂર્ણ મોક્ષ એ પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિ છે. એ સ્થિતિ ક્રમે