SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ચૌદ વણસ્થાનક ભાગ-૨ કરીને જ પ્રગટ થાય છે. શ્રી જિનપૂજાના યોગે જીવ એ ક્રમને પામી જાય છે અને એ ક્રમને પામેલો આત્મા પરિપૂર્ણ અક્ષયભાવવાળી સ્થિતિને અવશ્યમેવ પામે છે. આમ શ્રી જિનપૂજા પરંપરાએ પણ નિર્વાણની સાધક બની શકે છે અને એ કારણથી જ શાસ્ત્રકાર પરમર્ષિએ મનોયોગની પ્રધાનતાવાળી શ્રી જિનપૂજાને નિવર્ણિસાધન તરીકે ઓળખાવી છે. એ પૂજામાં આત્મા. પરમાત્મસ્વરૂપની પૂજાની પ્રધાનતાવાળો હોય છે. એનું લક્ષ્ય માત્ર આત્માના અજર-અમરપણા તરફ હોય છે. અનિમ સદબોધ : આ રીતિએ શ્રી જિનપૂજાના ફ્લને વર્ણવીને અને એ ફ્લની પ્રાપ્તિના વિષયમાં નિઃશંક બનાવીને, શાસ્ત્રકાર પરમર્ષિ, આ. વિંશિકાના અન્ત ભાગમાં એટલે ઓગણીસમી ગાથામાં, ભવ્યા જીવોને શ્રી જિનપૂજા કરવાની પ્રેરણા કરતાં માને છે કે-આ શ્રી જિનપૂજા, એ સંસાર રૂપ સાગરને તરવાને માટે જહાઝ સમાન છે અને એ કારણથી સમજુ માણસે સઘળા આદરપૂર્વક ભગવાન શ્રી જિનેશ્વરદેવોની પૂજા કરવી જોઇએ. આ પછી શાસ્ત્રકાર પરમર્ષિ કહે છે કે-શાસ્ત્રોમાં દ્રવ્યપૂજાને અંગે જે કહ્યું છે તેમાંથી અહીં ટૂંકમાં દ્રવ્યપૂજા દર્શાવી છે અને ભાવપૂજા, કે જેને માટે મુખ્યત્વે ચતિઓ જ અધિકારી છે, તે યોગના અધિકારમાં કહીશું; એટલે કે-એ વાત સત્તરમી યોગ વિંશિકામાં આવશે. આમ કહીને શાસ્ત્રકાર પરમર્ષિએ આ આઠમી વિંશિકા સમાપ્ત કરી છે. પૂજામાં આદરભાવનું સૂચન : પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિએ જેમ સર્વ આદરપૂર્વક શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે, તેમ બીજા પણ જે જે ઉપકારિઓએ શ્રી જિનપૂજાના સંબંધમાં વિવેચનાદિ કર્યું છે,
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy