________________
૧૪૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આવતાં મિથ્યાત્વ મોહનીચનાં અને અનન્તાનુબંધી કષાયોનાં દળિયાંઓને તો એ જીવો ખપાવી જ નાખે છે; પરન્તુ, તે ઉપરાન્ત, એ જીવો જે કરે છે, તે એ કરે છે કે-સત્તામાં રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં જે દળિયાં, તે દળિયાંના ત્રણ પુંજ બનાવી દે છે. મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત દળિયાં પૈકીનાં જેટલાં દળિયાંને શુદ્ધ એટલે મિથ્યાત્વ રૂપી મલથી મુક્ત બનાવી શકાય, તેટલાં દળિયાંને તો તેઓ શુદ્ધ જ બનાવી દે છે અને બાકી રહેલાં મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તેમાંથી જેટલાં દળિયાંને અર્ધશુદ્ધ જેવાં બનાવી શકાય તેમ હોય તેટલાં દળિયાંને તેઓ અર્ધશુદ્ધ જેવાં બનાવી દે છે. “અનિવૃત્તિ કરણ” નામના આત્મપરિણામથી, આ રીતિએ, જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં દળિયાંને શુદ્ધ બનાવી દેવાનો પ્રયત્ન કરે છે, પણ એ જીવ તે બધાં જ દળિયાંને પૂર્ણપણે શુદ્ધ કે છેવટ શુદ્વાશુદ્ધ પણ બનાવી શકતો નથી; અને એથી, એવાં પણ દળિયાં સત્તામાં રહી જવા પામે છે, કે જે દળિયાંઓથી એ જીવનો શુદ્ધિકરણનો એ પ્રયત્ન સર્વથા અસ્પૃષ્ટ જ રહે છે. મિથ્યાત્વ મોહનીચનાં સત્તાગત દળિયાંનું આ રીતિએ શુદ્ધિકરણ કરતાં, એ દળિયાંના ત્રણ પુંજ થઇ જાય છે. એક શુદ્ધ પુંજ, કે જે પુંજને સમ્યકત્વ મોહનીયનાં દળિયાંના પુંજ તરીકે ઓળખાય છે; બીજો મિશ્ર એટલે શુદ્ધાશુદ્ધ પુંજ, કે જે પુજને મિશ્ર મોહનીયનાં દળિયાના પુંજ તરીકે ઓળખાયા છે; અને, ત્રીજો અશુદ્ધ પુંજ, કે જેને એના એ મિથ્યાત્વ મોહનીયના પુંજ તરીકે ઓળખાય છે. આ ત્રણે પુંજો પૈકીના શુદ્ધ એવા સમ્યક્ત્વ મોહનીયના પુંજને જ એ જીવ ઉદયમાં લાવે છે અને એ શુદ્ધ પુંજ રૂપ સમ્યક્ત્વ મોહનીયનો જે ઉદય, તેની અસરવાળો જીવનો જે પરિણામ, એ જ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ છે. એટલે, અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં, અનિવૃત્તિકરણ દ્વારાએ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ કરવા રૂપ