________________
૨૨૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ તોય શ્રી વજબાહુને મક્કમ જોઇને, ઉદયસુન્દર છેલ્લે છેલ્લે કહે છે કે- “આપ જો આ મારી બેન મનોરમાને એક તણખલાને તકે તેમ તજી દેશો તો પછી, હે નાથ ! સાંસારિક સુખના આસ્વાદથી વંચિત બની ગયેલી એવી આ મારી બેન મનોરમા, જીવશે જ શી રીતિએ ?'
આમ ઉદયસુદરે પોતાને જેટલું કહેવા જોગું લાગ્યું તે બધું કહી દીધું. એવું કહી દીધું કે-શ્રી વજબાહુએ કરેલા નિર્ણયમાં જરા સરખી પણચાસ હોત તો એ બેસી પડ્યા વિના રહેત નહિ. પણ, શ્રી વજબાહુનો નિર્ણય પાકો હતો. મશ્કરી નિમિત્ત હતી, પણ નિર્ણય તો દિલથી સમજપૂર્વક લેવાયો હતો. એટલે જ, શ્રી વજબાહુએ ઉદયસુદરને જવાબ આપતાં સૌથી પહેલી વાત તો એ કહી છે કે- “આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષનું સુન્દર ળ ભોગ નથી પણ ચારિત્ર છે. એટલે કે-આ જન્મને પામીને જે ચારિત્રને પામ્યો, તે જ આ જન્મના સુન્દર ળને પામ્યો.
પછી કહે છે કે- “આવી મશ્કરી કરી તેમાં ખેદ કરવા જેવું કાંઇ છે જ નહિ, કારણ કે-મશ્કરી પણ આપણે માટે તો પરમાં અર્થની સાધક જ નીવડી છે. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડેલું વરસાદના પાણીનું બિન્દુ જેમ મોતી બની જાય છે, તેમ આપણી મશ્કરી પણ મનુષ્યજન્મના સુન્દર ળની જનક નીવડી છે.”
આટલું કહ્યા પછી, મનોરમાના સંબંધમાં ખુલાસો કરતાં પણ શ્રી વજબાહુએ કહ્યું છે કે- તમારી બેન જો કુલીન હશે તો તે પણ દીક્ષા ગ્રહણ કરશે અને જો તે અકુલીન હોય તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ એમ હું ઇચ્છું છું ! પણ, મારે તો હવે ભોગનું કાંઇ જ કામ નથી.”
સમજાય છે આ બધી વાત ? શ્રી વજબાહુએ મનુષ્યજન્મના સુન્દર ફળની વાત કરી અને ચારિત્રને મનુષ્યજન્મના સુન્દર ળ તરીકે ઓળખાવ્યું, ત્યારે વિચાર કરો કે-એ કુટુમ્બમાં કેવા