________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૧૪૭ મિથ્યા જ્ઞાનની કોટિનું ગણાય છે. એ જ રીતિએ, ચારિત્ર પણ ભગવાને બતાવેલા ચારિત્રના આચારોના આચરણ રૂપ હોય, તો પણ એ ચારિત્રાચારોનું પાલન કરનારો આત્મા જો સમ્યક્ત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ ચારિત્રાચારોનું પાલન સચ્ચારિત્રની કોટિનું ગણાતું નથી, પણ કાયકષ્ટાદિની ઉપમાને યોગ્ય ગણાય છે. અને, એવી જ રીતિએ તપ, તપ પણ ભગવાને બતાવેલા અનશનાદિ પ્રકારોના આસેવન રૂપ હોય, તોપણ એ. અનશનાદિ તપનું આસેવન કરનારો આત્મા જો સખ્યત્વને પામેલો ન હોય, તો એ તપ એ આત્માનાં કર્મોને તપાવનારું બનતું નથી, પણ આત્માને સંતપ્ત બનાવવા આદિ દ્વારા એ તપ એ આત્માના સંસારની વૃદ્ધિનો હેતુ બની જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યફ કોટિના તપમાં ગણવામાં આવતું નથી. જ્યારે સમ્યક્ત્વનો એ પ્રભાવ છે કે-એની હયાતિમાં જ્ઞાન એવી રીતિએ આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય,ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યફ ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યફ તપની કોટિનું ગણાય. સખ્યત્વની સન્મુખ દશાને પામેલાને પણ જ્ઞાન-ચારિત્ર-તપથી લાભ થાય ?
આ સમ્યકત્વ ગુણની આવા પ્રકારની મહત્તા જે જીવના સાંભળવામાં આવે અને એ જીવ જો એટલું પણ માનતો અને સમજતો હોય કે- “શાત્રે આ કહ્યું છે ને શાસ્ત્ર કદી પણ ખોટું કહે નહિ.' તો એ જીવને સમ્યકત્વ પામવાનું મન થયા વિના રહે ખરું? “મારે મારા આત્મામાં આ ગુણ પ્રગટે એવું કરવું જોઇએ.”