________________
૩૪૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સૂક્ષ્મદ્રષ્ટિથી જો. અને તેની રચનાનું સારી રીતે નિરીક્ષણ કર. આ સુંદર સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે. તે પુષ્પોની ચારે તરફ વર્તુલાકારે ત્રણ પંક્તિઓ પ્રકાશની દેખાય છે, અને તેની ઉપર સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે, જે આ પવિત્ર પગથીઆને સુંદરતાથી શોભાવે છે. તેની બાહેરમલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ લાગતા ત્રણ ઢગલાઓ દૂર રહેલાછે. વત્સ, સૂક્ષ્મતાથી આ સોપાનનું નિરીક્ષણ કર; કે જેથી તે દેખાવ ઉપરથી કેટલીક સૂચનાઓ તારા સમજવામાં આવતાં તને ઘણોજ આનંદ થશે.”
આનંદ મુનિના આ વચન સાંભળી મુમુક્ષુ આનંદમાં મગ્ન થઈ ગયો, અને તે એકી નજરે તે સુંદર સોપાનને નિરખવા લાગ્યો.
સોપાનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરી મુમુક્ષુ સસ્મિતવદને બોલ્યોભગવનું, આપના કહેવા પ્રમાણે આ સોપાનનું સૌંદર્ય ઘણી સૂચનાઓથી ભરપુર હશે. હવે કૃપા કરી મને તે વિષેની સમજુતી આપો.”
આનંદસૂરિ પ્રૌઢ સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ ચોથું પગથીયું, એ અવિરતિ સમ્મદ્રષ્ટિ નામે ચોથું ગુણસ્થાન છે. આ ગુણસ્થાન ઉપર આરોહણ કરનાર જીવને માત્ર સમ્યકત્વ પ્રાપ્ત થયેલ હોય છે. એટલે જે જીવ અવિરતિ સમ્મદ્રષ્ટિ હોય તે આ ચોથા પગથીઆ ઉપર આવી શકે છે. આ પગથીઆ પરની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમથી કાંઇક અધિક છે. તે સ્થિતિ સર્વાર્થસિધ્ધિ વગેરે વિમાનોની સ્થિતિ તથા મનુષ્યના આયુષ્યની અધિકની અપેક્ષા છે. જ્યારે જીવને અર્ધપુદ્ગલપરાવર્તન સંસાર બાકી રહે ત્યારે આ અવિરતિ સમ્યક્ત્વરૂપ ચોથું પગથીયું પ્રાપ્ત થાય છે. જે આ સોપાનની આસપાસ વિકાશ પામેલા પાંચ પુષ્પો રહેલા છે, તે ઉપરથી એવી સૂચના થાય છે કે, જે જીવમાં ઉંચા પાંચ લક્ષણો હોય, તે ભવ્ય જીવ સમ્યગદર્શનથી અલંકૃત હોય છે. અને તેથી તે આ સુંદર સોપાન ઉપર ચડવાને લાયક ગણાય છે.”
| મુમુક્ષુએ વિનયથી પ્રશ્ન કર્યો. “ભગવ સમ્યદ્રષ્ટિજીવના પાંચ લક્ષણો કયા? તે કૃપા કરી સમજાવો” આનંદ મુનિ આનંદિત થઈને બોલ્યા