________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૪૧
પરિશિષ્ટ ૨)
અવિસ્ત સચદ્રષ્ટિ
મહાનુભાવ આનંદસૂરિની વાણીના શ્રવણથી જેના હૃદયમાં પરમબોધનો પ્રકાશ પડેલો છે, અને જેના અંતરના ઉંડા પ્રદેશમાં ઉત્તમ પ્રકારની ભાવના જાગ્રત થયા કરે છે, એવા મુમુક્ષુની પ્રસન્નમુખમુદ્રા જોઈ મહાત્મા આનંદસૂરિનો આત્મા આનંદમય બની ગયો હતો. તે મહાનુભાવ મધુર અને ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી મુખમુદ્રા જોઈ મારી અંતરવૃત્તિમાં આનંદનો સાગર ઉછળે છે. તારામાં પૂર્વ પુણ્યનો પ્રભાવ વિશેષ છે, એવી મને ખાત્રી થાય છે. ઉત્તમ બોધને પ્રાપ્ત કરી મુખ મુદ્રાને પ્રસન્ન કરનારા ભવિઆત્માઓ આસન્ન સિધ્ધિની કોટીમાં આવી શકે છે, અને અનુક્રમે શિવમાર્ગના પથિક બને છે.”
મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી અતિ હર્ષિત થયેલો મુમુક્ષુ અંજલિ જોડીને બોલ્યો- “ભગવદ્, આ સુંદર નીસરણીના ચોથા પગથીઆ ઉપર વિવિધ જાતની રચનાઓ દેખાય છે. તે કૃપા કરી સમજાવો.”
આનંદસૂરિ આનંદ દર્શાવી બોલ્યા- “વત્સ, આ ચોથા પગથીઆને