________________
૧૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – – – –– – – –– –– – – – – ––– વિફળ પ્રયાસ કરવા જેવું છે ત્યારે પાપને દૂર કરનારા, સુખને આપનારા, ચશના ભંડાર જેવા સમ્યગૂ ધર્મનાં વિધાન માટે યત્ન કરવો, ઉપાય શોધવો એ જ સત્પરૂષોનો યત્ન ળવાન છે. (૫) ઉપશાંત ગુણ
જે પુરૂષ પૂર્વે કહેલાં બધા ગુણોથી યુક્ત હોવા ઉપરાંત ઉપશાંત ગુણથી યુક્ત હોય તે જ ધર્મનો નિભાવ કરી શકે છે.
ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો છે. એ કષાયો વિવિધ પ્રકારનાં અવર્ણવાદોને પેદા કરે છે તથા સદ્ધર્મના ઉધમને ડહોળી નાંખે છે. તે કષાયોનાં ઉભરાને જ રોકી રાખવાથી અથવા તેનો ઉભરો આવી જતાં પણ તેને નિષ્ફળ કરી નાંખવાથી જેમનાં એ કષાયો શાંત થઇ જાય તેને અહીં ઉપશાંત કહેવામાં આવેલા
છે.
જ્યારે એ કષાયોનો ઉભરો આવેલો હોય ત્યારે કરવામાં આવતાં બધા ય ધર્મકૃત્યો નિળ નિવડે છે અને એમનાથી બીજું કોઇ આપણને કષ્ટ આપે એવું ચડીયાતું નથી એમ શાસ્ત્રકારો કહે છે. ' ક્રોધને લીધે આપણાં સ્વજનોમાં વિરોધ જાગે છે, કાંતિનો નાશ થાય છે. ભારે ભયાનક સંકટો આવી પડે છે.
અહંકાર સદ્દજ્ઞાનનો ઘાતક છે અને ગુરૂજનોમાં અપમાન કરાવે છે.
માયા-કપટ વાણીને વક્ર કરાવે છે અને ડગલે ને પગલે વિપ્ન જનક છે.
લોભ-સ્વજનોનો દ્રોહ કરાવે છે મૂઢતા વધારે છે અને સુમતિને રોકી રાખે છે.
એ એક એક કષાય પણ ભારે કઠોરતા પેદા કરે છે. કલેશ ઉભો કરે છે અને સવૃત્તિને ડહોળી નાંખે છે.