________________
ચૌદ ગુણસ્થાનક ભાdI-૨
૧૧
શકતો નથી તેમ જ ભાવિભાવને પણ ધ્યાનમાં રાખી શકતો નથી તે આવેગને લીધે નિર્મળ ધર્મક્રિયાઓમાં પણ પ્રવૃત્ત થાય તો અનેક પ્રકારની આક્તોમાં આવી પડે છે અને અપજશનો ભાગી બને છે. (૪) ઉપાય-ઉપાયનો વિચાર #વા વિશેઃ
પુરૂષ વિચાર શક્તિવાળો હોય છતાં ય સારી રીતે ઉપાયને શોધી શકે એવો હોય તો જ ધર્મમાર્ગને સારી રીતે આરાધી શકે છે.
કોઇપણ સાધ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કર્યા પછી તેમાં કોઇ રીતે વિપ્નો આવવાનો સંભવ હોય તો એ વિદ્ગોનો નાશ કરી શકે એવી જે પ્રવૃત્તિ શોધવી તેનું નામ ઉપાય કહેવાય.
ખાસ કરીને ધર્મની સાધના માટે ઉપાયો વિચારવાની જરૂર છે. કારણ કે એ કામ વિશેષ ગુણ કરનારું છે.
છાયા તરૂ, શ્રીળ, લિનીનો કંદ, અને કંદોરૂ એ બધાનો ઉકાળો પીવામાં આવે તો ગમે તેવી વાઇ આવતી હોય તો પણ મટી જાય છે.
અતિ હસવું, અતિ હરખવું, અતિ રૂઠવું, અસમ્મત સ્થાનમાં રહેવું અને અતિ છાકટા વેશ પહેરવાં એ પાંચે વાનાં મોટા માણસને પણ નાનો કરી નાંખે છે.
આપકાળે ઉપાયને શોધી કાઢનારો જેમ આ લોકના કાર્યોને સાધી શકે છે તેમ પરલોકના કાર્યોને પણ સુખેથી સાધી શકે છે. માટે એવા ઉપાય શોધકને સવિશેષપણે શાસ્ત્રમાં ધર્મનો અધિકારી કહી બતાવેલ છે.
પાપી માણસો પાપ કર્મ કરવા માટે જન્માંધની પેઠે એક પણ ઉપાયને ક્યાંય જોઇ શકતા જ નથી. સંસારના પ્રપંચમય કાર્યો ભારે દુ:ખથી ભરેલાં છે માટે તેને સારું ઉપાય શોધવો એ