________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
' અર્થાત - દર્શનથી પણ પાવન એવા કલ્યાણ સંપન્ન પુરુષો સાથે તથાપ્રકારે દર્શન થકી જે યોગ થવો, તે આધ અવંચકચોગાવંચક કહેવાય છે.
આ વ્યાખ્યાનની મીમાંસા કરીએ - તથા દર્શન
સંતો સાથે તથાદર્શનથકી જે યોગ થવો-સંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે, સપુરુષનો તથારૂપે ઓળખાણપૂર્વક યોગ થવો તે યોગાવંચક છે. સતપુરુષનું જે પ્રકારે “સ્વરૂપ' છે, તે પ્રકારે તેના સ્વરૂપદર્શન થકી-સ્વરૂપની ઓળખાણ થકી, સપુરુષ સાથે જે યોગ થવો-આત્મસંબંધ થવો, તેનું નામ યોગાવંચક છે. સપુરુષ સાથે બાહ્ય સમાગમમાં આવવા માત્રથીઉપલક ઓળખાણ માત્રથી આ યોગ થતો નથી, પણ તેનું પુરુષ સ્વરૂપે દર્શન-ઓળખાણ થવાથકી જ આ યોગ સાંપડે છે. એટલે સપુરુષના જોગમાં તથા સ્વરૂપે દર્શન ઓળખાણ એ જ મોટામાં મોટી અગત્યની વસ્તુ છે. આ આત્યંતર સ્વરૂપદર્શન થાય, તો જ સપુરુષનો ખરેખરો યોગ થાય છે અને આવો યોગ થાય તે જ અવંચક યોગ છે. લ્યાણસંપન્ન પુરુષ
આ સપુરુષ કેવા હોય છે ? તો કે કલ્યાણસંપન્ન અર્થાત વિશિષ્ટ પુણ્યવંત હોય છે. પરમ યોગચિંતામણિ-રત્નની સાક્ષાત પ્રાપ્તિને લીધે તે પરમ પુણ્યશાળી છે, કલ્યાણને પામેલા છે. આવા સપુરુષ દર્શનથી પણ પાવન હોય, અવલોકનથી પણ પવિત્ર હોય છે. એમના દર્શન કરતાં પણ આત્મા પાવન થઈ જાય છે, એવા તે પરમ પવિત્રાત્મા હોય છે. એઓશ્રીના પવિત્ર આત્મચારિત્રનો જ કોઇ એવો અદ્ભુત મૂક પ્રભાવ પડે છે કે-બીજા જીવોને દેખતાં