SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચોદ મણસ્થાનક ભાગ-૨ વેંત જ તેની અજબ જાદૂઇ અસર થાય છે. આવા કલ્યાણ સંપન્ન દર્શનથી પણ પાવન, નિર્દોષ, નિર્વિકાર, વીતરાગ એવા જ્ઞાની સપુરુષ, એમની સહજ દર્શન માત્રથી પણ પાવનકારિણી જાદુઈ અસરથી સાચા મુમુક્ષુ યોગીઓને શીધ્ર ઓળખાઇ જાય છે; કારણ કે મૌન મુનિનું દર્શન પણ હજારો વાગાડંબરી વાચસ્પતિઓના લાખો વ્યાખ્યાનો કરતાં અનંતગણો સચોટ બોધ આપે છે. સ્વદેહમાં પણ નિર્મમ એવા આ અવધૂત વીતરાગ મુનિનું સહજ ગુણસ્વરૂપ જ એવું અદ્ભુત હોય છે. જેમકે “કીચસો કનક જાકે, નીચસો નરેશપદ, મીચસી મિત્તાઇ, ગરવાઇ જાકે ગારસી; જહરસી જોગ જાનિ, કહરસી કરામતિ, હહરસી હીંસ, પુદગલ છબી છારસી; જાલસો જગવિલાસ, ભાલસો ભુવનવાસ, કાલસો કુટુંબકાજ, લોકલાજ લારસી; સીઠસો સુન્સ જાનૈ, વીઠસો વખત માર્ગ, ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” અર્થાત - “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચ પદ સરખી જાણે છે, કોઇથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઇને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને આશાતા સમાન જાણે છે. જગતમાં પૂજ્ય થવા આદિની હોંસને અનર્થ સમાન જાણે છે, પુદ્ગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મુંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે, અને પુણ્યના ઉદયને જ વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy