________________
૩૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પુદ્ગલોની રાશિને વહેંચીને મિથ્યાત્વમોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વમોહ રૂપ ત્રણ પુંજ કરે છે. અને જ્યારે તેઓ અનિવૃત્તિકરણ કરી શુદ્ધ થઇ ઉદય આવેલા મિથ્યાત્વનો ક્ષય કરે, અને નહિ ઉદય આવેલા મિથ્યાત્વને ઉપશમાવે ત્યારે તેઓને ક્ષાયોપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેમને ક્ષાયોપશમિક સમ્યગ્ દર્શન ઉત્પન્ન થયું ત્યારે તેમને મનુષ્ય અને દેવતાની ગતિ પ્રાપ્તિ થાય છે.
અપૂર્વકરણ કરીને જેમણે ત્રણ પુંજ કરેલા છે, એવા જીવો જો આચોથા ગુણસ્થાનથીજ ક્ષપકપણાનો આરંભ કરે તો અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વ મોહ, મિશ્રમોહ અને સમ્યક્ત્વ મોહ રૂપ ત્રણ પુંજ એ સાતેનો ક્ષય કરતાં તેમને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે.
આનંદસૂરિના મુખથી આ વિવેચન સાંભળી મુમુક્ષુ આનંદસાગરમાં મગ્ન થઇ ગયો. શરીર રોમાંચિત થઇ ગયું અને મુખ ઉપર પ્રસન્નતાની રેખાઓ દ્રશ્યમાન થઇ ગઇ. તે અંજલિ જોડી બોલ્યો “મહાનુભાવ, આપની વાણી રૂપ દીપિકાએ મારા હૃદયનું અંધકાર નષ્ટ કર્યું છે. અને શંકાઓના જાળને વીખેરી નાખ્યું છે. ગ્રંથિભેદ અને કરણનું શુદ્ધ સ્વરૂપ સારીરીતે મારાથી ગ્રાહ્ય થયું છે. હવે માત્ર એક વાત જાણવાની ઇચ્છા છે. જે જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો છે, તેને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય ? તે કૃપા કરી સમજાવશો.''
આનંદસૂરિએ ઉત્તર આપ્યો. ભદ્ર, જે જીવ ક્ષાયિક સમ્યદ્રષ્ટિ થયો હોય, તે વખતે જો તે અબધ્ધાયુ હોય એટલે તેણે આયુકર્મ બાંધ્યુ ન હોય તો તે તેજ ભવે મોક્ષે જાય છે અને જો તે આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમ્યવાન્ થયો હોય તો ત્રીજે ભવે મોક્ષે જાય છે, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી તેને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તો તે ચોથે ભવે મોક્ષે જાય છે.
મુમુક્ષુએ વિનીત વાણીથી જણાવ્યું, “ભગવન્, આ ચોથા ગુણસ્થાનનો પ્રસંગ મને ઘણોજ બોધકા૨ક થઇ પડ્યો છે. મારા હૃદયમાં સમ્યક્ત્વને માટે ઉચ્ચ ભાવના પ્રગટ થઇ આવી છે. અહા ! આત્માને