________________
૧૮૫ – –
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હું દ્રવ્યને રાખીને તેનો વ્યય કરનારો પણ છું અને આરંભવાળો પણ છું, તો મારે દ્રવ્ય અને આરંભાદિના યોગે થઇ શકે તેવી પણ શ્રી જિનભક્તિ આદિ ક્રિયાઓ તો અવશ્ય કરવી જોઇએ. મારા શરીર, કુટુમ્બ અને ઘર આદિને અંગે હું દ્રવ્યવ્યય-દ્રવ્યસંચયદ્રવ્યોપાર્જનાદિ કરું તથા આરમ્ભ કરું -એ કાંઇ પ્રશંસવા યોગ્ય નથી; આવી ક્રિયાઓને તો શ્રી જિને પાપક્રિયાઓ તરીકે વર્ણવી છે, છતાં હું એવો પાંગળો છું કે મારે આ બધી પાપમય ક્રિયાઓને કરવી પડે છે; તો પછી આ અવસ્થામાં મને શ્રી જિનભક્તિ આદિનો જે કાંઇ લાભ મળી શકે તેમ હોય, તે તો મારે અવશ્ય લેવો જ જોઇએ.” આવી આવી વિચારણાના યોગે; એ પુણ્યાત્માને એમ પણ થાય છે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિમાં, એ તારકોએ માવેલા ધર્મના સેવકોની ભક્તિમાં તેમજ એ તારકોએ
માવેલા ધર્મનાં સાધનોના સેવન, સર્જન, સંરક્ષણ અને પ્રચાર આદિમાં હું મારા ન્યાયોપાર્જિત દ્રવ્યનો જેટલો ઉપયોગ કરી શકું તેટલો જ લેખે છે.” શ્રી જિનપૂજામાં આરંભ Wતાં લાભ ઘણોઃ
આવા આત્માઓને ભવ્ય એવું શ્રી જિનમદિર બંધાવવાનો, વિધિપૂર્વક શ્રી જિનપ્રતિમાને ભરાવીને તેની વિધિપૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાદિ કરાવવાનો તથા દરરોજ ત્રિકાળ શ્રી જિનપૂજન ઉત્તમોત્તમ દ્રવ્યોથી કરવાનો મનોરથ હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઇ છે જ નહિ. ગૃહસ્થપણું એ પાપનું કારણ હોવા છતાં પણ, શ્રી જિનભક્તિ આદિ દ્વારા પુચવાનો પોતાના ગૃહસ્થપણાને પણ સાર્થક બનાવે છે. શ્રી જિનમદિર બંધાવવા આદિમાં અને શ્રી જિનપ્રતિમાની સ્નાન, વિલેપન, સુગન્ધિ ધૂપ, સુગન્ધિ પુષ્પો અને બીજા પણ મનોહર સુગન્ધિ દ્રવ્યોથી પૂજા કરનારા ગૃહસ્થને આરંભ તો કરવો જ પડે છે; પણ તે આરંભો.