________________
૯૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
નથી મળ્યું માટે મોક્ષની વાત કરીને પણ સંસારનું સુખ મેળવવા ધર્મ કરો છો ? મોક્ષ ગમે છે, એનો અર્થ જ એ છે કે-સંસારનું સુખ ખરેખર ગમતું નથી. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવો જોઇએ
જીવ ધર્મની પ્રાપ્તિને યોગ્ય બને ત્યાં સુધી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ ગણાય. ધર્મ પામવાની ઇચ્છા થઇ ત્યાં સુધીમાં તો એણે ઘણી ઘણી નિર્જરા સાધી હોય, પણ ધર્મ પામવાને માટે સૌથી પહેલાં ગ્રન્થિભેદ કરવો પડે. ગાઢ રાગ-દ્વેષની ગાંઠને ભેદવી પડે. અપૂર્વકરણ વિના એ ભેદાય નહિ. એ અપૂર્વકરણને પેદા કરવાને માટે, જીવે સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર ખૂબ ખૂબ દ્વેષ કેળવવો પડે. સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા ઢેષ ઉપર કેવો દ્વેષ કેળવવો પડે ? “અત્યાર સુધી આ જીવ સંસારના સુખના રાગ ઉપર અને સંસારના દુઃખના દ્વેષ ઉપર મુસ્તાક રહ્યો છે. એ રાગમાં અને એ દ્વેષમાં જ મારું કલ્યાણ, એમ આ જીવે માનેલું છે. પણ હવે મને સમજાય છે કે-એ રાગ અને એ દ્વેષ એ જ મારા ખરેખરા શત્રુ છે. એ રાગે ને એ દ્વેષે મને મારા સ્વરૂપનું ભાન પણ થવા દીધું નહિ. અનાદિકાળથી અત્યાર સુધીના અનન્તાનન્ત પુલ પરાવર્ત કાળ સુધી મને એ રાગે ને એ દ્વેષે જ સંસારમાં ભટકાવ્યો. એ રાગથી અને એ દ્વેષથી હું છૂટું તો જ મારી મુક્તિ થાય. માટે હવે કોઇ પણ રીતિએ એ રાગ પણ નહિ જોઇએ અને એ દ્વેષ પણ નહિ જોઇએ. આ ભયંકર સંસારથી છૂટવાનો ઉપાય એ જ છે કે-એ રાગથી ને એ દ્વેષથી હું સર્વથા મુક્ત બનું.” આવો નિર્ણય જીવનો થાય, એ શું છે ? સંસારના સુખના રાગ ઉપરનો અને એ રાગે જન્માવેલા દુ:ખના દ્વેષ પરનો દ્વેષ છે. એ