________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૩૦૮ સમરવિજયે ઉદ્ધતાઇથી દૂર ખસી જવું:
શ્રી કીર્તિચન્દ્ર નરનાથે રાજય અને નિધિ-ઉભયનું સ્વામિત્વ અર્પણ કરી દેવાની તૈયારી દેખાડી : એટલું જ નહિ, પણ સમરવિજય જો રાજ્યને ગ્રહણ કરે તો પોતે વ્રતને ગ્રહણ કરે-એમ સૂચવીને ‘વડિલ ભાઈ મારા સ્વામિત્વમાં કાંટા રૂપ બનશે.' એવો કોઈ વિચાર પણ સમરવિજયને ન આવે એવી સ્થિતિ ઉપસ્થિત કરી, પણ ક્રૂરતાના સ્વામી સમરવિજયથી એ વાત પણ સહી શકાઈ નહિ. કોપના વિપાકને નહિ જાણનારો અને વિવેકથી રહિત એવો સમરવિજય, શ્રી કીર્તિચન્દ્ર નરનાથના એ સુન્દર કથનને સાંભળતાં ક્રૂરતા તજી સૌમ્ય બનવાને બદલે ક્રોધાતુર અને ઉદ્ધત બન્યો. આંચકો મારીને તે મહારાજાના હાથમાંથી છૂટી દૂર જઈને ઉભો. આવા ક્રૂર આત્માઓને તો વડિલ બન્યુને હણી નાખવાને માટે કરેલો ઘા અફલ જાય એનું દુઃખ થાય એ ય સહજ છે અને તેવા પણ દુષ્ટ કૃત્યની સામેનું વડિલ ભાઇનું ઉદાર વર્તન પણ ક્રૂર હૃદયના સ્વામિઓને કોપાકુલ બનાવે એય સહજ છે. કારમી અયોગ્યતાને ધરનારા આત્માઓને તો પોતાના ઉપરનો ઉપકાર પણ અપકાર જેવો જ લાગે. એવા આત્માઓ સામાની ક્ષમાશીલતાને જોઇને રીઝવાને બદલે વધારે ખીજે. એવા પાપાત્માઓને સારી પણ વાત સારા રૂપે નહિ લાગતાં ખરાબ રૂપે પરિણમે, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ. રાજાએ નિધાનને તજી ચાલ્યા જવુંઃ
રાજય અને નિધાનનું સ્વામિત્વ સોંપવાની પૂરેપૂરી તત્પરતા દેખાડવા છતાં પણ, સમરવિજય ક્રોધમાં આવી ઉદ્ધત બનીને દૂર ખસી ગયો. તે છતાં પણ અક્રૂરતાને સ્વભાવસિદ્ધ બનાવી ચૂકેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તેના પ્રતિ જરા ય કોપાન્વિત બનતા નથી. તેઓ તો કોઈ જૂદો જ વિચાર કરે છે. તેઓ જાણે છે કે-આ પ્રસંગના ઉદ્ભવનું મૂળ આ નિધિ છે. આથી શ્રી કીર્તિચન્દ્ર નરનાથ એવો વિચાર કરે છે કે
જે નિધિના નિમિત્તે બધુઓ આ પ્રમાણે વિના કારણે પણ વૈરી