________________
ચૌદ વણસ્થાનક ભાગ-૨
૧૬૫ કરાવે અને તે પછી આપણે ફ્રજના નામે એને જ વળગી રહીએ, તો છૂટીએ ક્યારે ? પણ, અંદર બેઠેલો સંસારનો જે રાગ છે, તે ઘેલા જીવને આવી રીતિએ સમજાવીને બાંધી રાખે છે. એવો જીવ વસ્તુતઃ તો સંસારના સુખમાં જ સુખ માનતો હોય એવું પ્રાયઃ હોય છે. ઘર વેચીને વરો ક્રવાનો હોય નહિ
સમ્યકત્વ પામવા માટે તો “સંસારના સુખમાં જ સુખ માનવાની અને સંસારમાં દુખ આવે એટલે કાયર થઇ જવાની’ જે કુટેવ પડી ગઈ છે, તે કાઢવી પડશે. દુઃખમાં જે રોયા કરે અને સુખમાં જે હસ્યા કરે અને એમાં પાછો ડહાપણ માને, એ વળી સમ્યકત્વ પામે ? બહારના સુખમાં બહુ રાગ-દ્વેષવાળા બનનારા તો, જો સમ્યકૃત્વ પામ્યા હોય તોય તેને ગુમાવી બેસે. બહારના સુખ-દુઃખમાં બહુ રાગ અને બહુ દ્વેષ, એ તો સાધુપણાને પણ લૂંટી લેનારી ચીજ છે. અમે લોકો માન-પાન વગેરેમાં ફ્લાઈ પડીએ, તો પરિણામે સાધુપણું પણ જાય અને કદાચ સમ્યકત્વ પણ જાય. જે પામેલા હોઇએ તે જાય, એવો સંભવ જ્યાં હોય, ત્યાં સખ્યત્વ આવે એવું તો બને જ શાનું ? એક-બે વાર નહિ પણ અનન્તી વાર સાધુપણું લીધું હોય અને સાધુપણાને લઇને પણ સારી રીતિએ એને પાળ્યું હોય, એટલે કે-અતિચાર ન લાગે એવી રીતિએ સાધુપણાના આચારો સેવ્યા હોય, આમ છતાં પણ સમ્યક્ત્વ પ્રગટ્યું ન હોય, એવા જીવો પણ આ સંસારમાં હોય છે એમ શાસ્ત્ર કહે છે.
સ. સાધુપણું સમ્યક્ત્વ વિના લીધું હોય ?
આના પાલનથી સ્વર્ગાદિનાં સુખ મળે છે એવું સાંભળીને સ્વર્ગાદિના સુખ માટે સાધુપણું લે અને સારી રીતિએ પાળે તો એ પણ બનવાજોગ વસ્તુ છે. વિષય-કષાયના જોરે ઉત્કટ તપ કરે અને ઉત્કટ ચારિત્ર પાળે એચ સંભવિત છે. સાધુપણાથી સાચો