________________
૨૦૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ થયેલી જણાય નહિ, તો એથી અમને આશ્ચર્ય થાય નહિ. અમને દયા આવે એ બને, પણ કર્મોની વિચિત્રતાનો ખ્યાલ હોવાથી ન તો આશ્ચર્ય ઉપજે કે ન તો તમારા તરફ તિરસ્કારભાવ જન્મે. કર્મોના ઉદય યોગે શું શું બની શકે છે, એનો જે આત્માઓને સાચો ખ્યાલ આવી જાય છે, તે આત્માઓનું અન્તઃકરણ ભાવદયાથી ભરપૂર બની જાય છે. એને ગમે તેવા પાપિનું પણ બુરું ચિત્તવવાનું પણ મન થતું નથી, તો તેનું બૂરું કરવાનું મન તો થાય જ શાનું ? સખ્યદ્રષ્ટિનો મૃતધર્મનો રાગઃ
ભાવ શ્રાવકમાં શુક્રૂષા, ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય છે. શ્રી જૈનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રષાનો અર્થ થાય “સાંભળવાની ઇચ્છા' પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યગ્દર્શનને પામ્યો, એટલે તત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ.
સ. એ શું?
મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યક્ત્વ કહે છે અને તત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સમ્યક્ત્વનું કાર્ય કહે છે. સખ્યત્વ હોય તો જ સાચું તત્વશ્રદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સખ્યત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણ કહેવાય છે કે-તત્વાર્થ શ્રદ્વાન એ સમ્યક્ત્વ છે, કારણ કેસામગ્રીસંપન્ન અવસ્થામાં તત્વાર્થશ્રદ્ધાન રૂપ કાર્ય, સમ્યક્ત્વ રૂપ