________________
૨પર
ચૌદ ગુણસ્થાનક ભાdj-૨ જ જોઇએ. અહીંઆ આવ્યાથી જ કાર્ય સરી શકે ખરું, પરંતુ એનો અર્થ એમ નથી કે આ સ્ટેશને આવ્યા કે કાર્ય સરીજ ગયું. અહીં સુધી આવી પહોંચવું એ અશક્ય નથી, પરંતુ અહીં આવ્યા વિના જ આગળ જવું એ તો જરૂર અશક્ય છે. આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે-યથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ નિરર્થક નથી, તેમાં પણ ગૌરવ રહેલું છે. વળી તેમાં જે જીવના સંબંધમાં સંસારનો છેડો હવે આવીજ રહેલો હોય અને એથી કરીને જેના સંબંધમાં આ યથાપ્રવૃત્તિકરણ અંતિમજ હોય, તે જીવનું યથાપ્રવૃત્તિકરણ તો ખરેખર પ્રશંસાપાત્ર છે : કેમકે-આવા યથાપ્રવૃત્તિકરણ વડે જીવ આત્મોન્નતિમાં આગળ વધી મુક્તિના સિક્કા રૂપ સમ્યગ્દર્શનનો અવશ્ય લાભ મેળવે છે. આવું અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થયા પછી અપૂર્વકરણ મેળવવાને બહુ શંક્ષા મારવા પડે કે વધુ વખત રાહ જોવી પડે તેમ પણ નથી. એક અંતર્મુહૂર્તમાં જ એનો સમાગમ-ઉદય થાય છે : અર્થાત્ અંતિમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કર્યા બાદ અપૂર્વકરણ પ્રાપ્ત કરવામાં ઓછામાં ઓછો નવ સમયનો વિલંબ થાય છે અને વધારેમાં વધારે એક મુહૂર્ત- ૪૮ મિનિટમાં કાંઇક ન્યૂન એટલો વિલંબ થાય છે, જ્યારે સામાન્ય યથાપ્રવૃત્તિકરણનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ તો અસંખ્યાત સમયનો છે. સામાન્ય યથાપ્રવૃત્તિwણ :
જે અંતિમ યથાપ્રવૃત્તિકરણ બાદ અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણ ઉત્પન્ન થાય છે, તે સિવાયના સામાન્થ-સાધારણ યથાપ્રવૃત્તિકરણના અધિકારી તો અભવ્યો પણ છે, પરંતુ તેઓ આ પ્રથમ કરણને પ્રાપ્ત કરી આત્મોન્નતિમાં આગળ વધી શકતા નથી. ભવ્યજીવો કે જેઓ મોડા-વહેલા પણ મુક્તિરમણીને વરવાના છે, તેમાંથી પણ કેટલાક દીધસંસારી તો અહીંથી પાછા હઠે છે.