________________
—
—
૧૬૨
ચોદ ગુણસ્થાન ભાગ-૨ વેપારી જો પોતે સમજતો હોય કે હું ખોટમાં બેઠો છું; તો વેપાર કેમ બંધ કરે નહિ ? પેઢી અને બંગલો કેમ વેચી નાખે નહિ ?” પણ એનાથી એ એકદમ બને એવું હોય નહિ. એ તો બધું ઉભું રાખીને દેવામાંથી છૂટવા મથતો હોય. એ કાંઇ કોઇનું ડૂબાવવાને માટેની પેરવીમાં ન હોય. એમ, સમ્યગ્દષ્ટિ આત્મા પાપ કરતો હોય તો પણ, પાપથી છૂટવાના મનવાળો હોય. એને સ્વમમાં પણ પાપમાં પડ્યા રહેવાનું મન અગર પાપ કર્યું જવાનું મન હોય નહિ. સમ્યગ્દષ્ટિઓમાં કોણ ક્યું આયુષ્ય બાંધે?
ચોથે ગુણસ્થાનકે બેઠેલો અને પાંચમે ગુણસ્થાનકે બેઠેલો સમ્યગ્દષ્ટિ હોય ને ? સમ્યગ્દર્શન વિના ચોથું ને પાંચમુ સંભવે જ નહિ ને ? એ ગુણઠાણે રહેલો જીવ સંસારમાં બેઠો હોય ? વિષયનું સેવન એ કરતો હોય ? પરિગ્રહધારી એ હોય ? ષટ્રકારની હિંસા એ કરતો હોય ? એ બધું એ કરતો હોય, તે છતાં પણ “એવું બધું કરવું એ એકાંતે ખરાબ જ છે.” –એવું એના હૈયે બેઠું હોય ? તો, આવો જીવ નરકગતિનું કે તિર્યંચગતિનું આયુષ્ય બાંધે ? નહિ ને ? દેવલોકનું આયુષ્ય એ બાંધે અને તે પણ વૈમાનિકનું જ બાંધે ને ? ચોથે-પાંચમે બેઠેલા એટલે વિષયસેવન કરનારા ખરા ? પરિગ્રહ રાખનારા ખરા ? ષકાયની હિંસા કરનારા ખરા ? છતાં પણ એ સમ્યગ્દષ્ટિ હોવાને કારણે વૈમાનિકમાં જ જાય ?
સ, તિર્યંચ સમ્યગ્દષ્ટિ પણ વૈમાનિક જ થાય ?
તિર્યંચ મરીને દેવલોક ન જ જાય એવું નથી. તિર્યચપણામાંથી દેવલોકનું આયુષ્ય બાંધીને દેવલોકમાં જનારા તો ઘણા. દેવલોકનો મોટો ભાગ તો તિર્યચપણામાંથી દેવલોકને પામેલા દેવોથી ભરાય છે. તિર્યંચોમાં પણ સારા હૈયાવાળા જીવો હોય છે. એટલે, તિર્યંચ એવો પણ જે સમ્યગ્દષ્ટિ જીવ, તે પણ