________________
उ४४
-
-
-
-
-
-
-
--
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ત્વ કહેવાય છે. તે સ્વભાવથી અથવા ગુરૂના ઉપદેશને સાંભળવાથી ઉત્પન્ન થાય છે. જ્યારે એ સમ્યત્વની પ્રાપ્તિ થાય છે, ત્યારે એ જીવાત્મા ઉચ્ચ કોટિમાં આવે છે અને તેની અંદર અવિરત સમ્યદ્રષ્ટિપણું ઉત્પન્ન થાય છે. જેના ઉદયથી અપ્રત્યાખ્યાન એવા ક્રોધ, માન, માયા અને લોભ રહેલા છે, અને જેના ઉદયથી વિરતિપણું દૂર રહ્યું છે અને કેવળ સમ્યકત્વ માત્ર હોય એવા જીવને ચોથું અવિરતિ સમ્યદ્રષ્ટિગુણસ્થાનક હોય-એટલે તેવા જીવો આ ચોથા પગથીઆ પર ચડવાના અધિકારી છે. એ જીવ પોતાનામાં રહેલ અવિરતિપણાને પોતાના નઠારા કર્મનું ફળ જાણે છે અને વિરતિના સુંદર સુખની અભિલાષા પણ કરે છે. પરંતુ બીજા કષાયના બંધનથી છૂટા થવાની હિંમત તે કરી શકતો નથી, તેથી તે ચોથા અવિરતિસમ્યદ્રષ્ટિગુણસ્થાનનો અનુભવ કરે છે.” | મુમુક્ષુએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. “ભગવન, આપ જે સમજૂતી આપો છો, તે વિષે કોઈ ઉપાય યુક્ત દ્રષ્ટાંત કહેવાની કૃપા કરો, જેથી મને વિશેષ સમજૂતી પડે.”
આનંદસૂરિ અંગમાં ઉમંગ લાવીને બોલ્યા- “ભદ્ર, તે ઉપર એક વાકર્માનું દ્રષ્ટાંત છે, તે સાવધાન થઇ શ્રવણ કર. “મણિપુર નામના એક નગરમાં વામકર્મા નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને પવિત્ર હૃદયા એક સ્ત્રી હતી. તે સ્ત્રી સદ્ગુણોથી અલંકૃત અને વિનયથી વિભૂષિત હતી.”
વામકર્માનો પિતા એક સારો કુલવાન અને પ્રતિષ્ઠિત હતો. તે પોતાના પુત્ર વામકર્માને વિવાહિત કરી મૃત્યુ પામ્યો હતો. જ્યારે પિતાનું મૃત્યુ થયેલું ત્યારે વામકર્મા સોળ વર્ષનો હતો. પિતાના મરણથી વામકર્મા ગૃહરાજ્યનો મુખત્યાર બન્યો હતો તે પછી થોડા જ વર્ષમાં વામકર્માની માતા સુરમણિનો પણ સ્વર્ગવાસ થયો હતો. સુરમણિએ મરણ સમયે પોતાના પુત્ર વામકર્માને ઉત્તમ પ્રકારની શિખામણ આપી હતી. તેણીએ આજીજી સાથે કહ્યું હતું, કે “વત્સ, તું હવે ગૃહરાજ્યનો સ્વતંત્ર સ્વામી થયો છે. તારી ઉપર પિતાનો અંકુશ હવે રહ્યો નથી; તેથી તું આ સંસારમાં સારી રીતે વર્તજે. તું એક સારો કુલીન પુત્ર છે તે સાથે ધનાઢ્ય છે. ઉત્તમકુળ