________________
७८
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
---- ---------- છે કે જે અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ રૂપ હોવા છતાં પ્રશસ્ત રૂપે કહેવાય છે એના કારણે એ પ્રવૃત્તિથી બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ અભ બંધાય છે અને બંધાતી શુભ પ્રકૃતિઓનો રસ તીવ્ર બંધાય છે અને તે પણ પુણ્યના અનુબંધ રૂપે પુણ્યનો બંધ કરતો જાય છે અને તે જ વખતે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કર્મોની નિર્જરા કરતો જાય છે. આ સ્થિતિના કારણે આ જીવોને જ્ઞાનનો બોધપેદા થાય છે તે દીપકની પ્રભા જેવો થાય છે. ઉત્થાન દોષનો અભાવ થાય છે. આરંભેલ પ્રવૃત્તિમાં ઉત્થાન થતું નથી એટલે ઉલ્લાસપૂર્વક આરંભ થાય અને એની ક્રિયાપણ ઉલ્લાસપૂર્વક થાય. વચમાં બીજા વિચારોથી ઉલ્લાસની મંદતા થતી નથી. શ્રવણ ગુણનો આર્વિભાવ થાય છે એટલે કે શ્રવણગુણ પ્રગટ થતો જાય છે. સંસાર ખારા પાણી જેવો લાગે-તત્વ-શ્રવણ મીઠા પાણી સમાન લાગે-તત્વજ્ઞાન સાંભળવાથી મોક્ષબીજનું રોપણ થાય છે. પ્રાણાયામ અંગની પ્રાપ્તિ થાય છે. ગ્રંથભેદ નહિ થવાથી સૂક્ષ્મ બોધનો અભાવ છે. પ્રાણાયામથી પ્રાણ તજે પણ ધર્મ ન તજે એવી પ્રીતિ ઉત્પન્ન થાય છે. નિયમો પૂર્ણ પાળે છે લોક સંજ્ઞા તરફ અરૂચિ અને વિવેકમાં વૃદ્ધિ થાય છે. કલેશ કંકાસનો અણગમો પેદા થાય છે. અશઠપણું-અમાથી પણું-કુતર્કોથી રહિત માતા પિતા આદિ સ્વજનો પણ ખારા પાણી જેવા લાગે. ગ્રંથભેદ ન થવાથી આ બધા ગુણો અવેધ સંવેદ્યપદના સંભવવાળા છે. મિથ્યાત્વના દોષવાળો જે આશય તે અવેધ સંવેધ પદ કહેવાય છે. ગ્રંથી કોને ધેવાય એનું વર્ણન:
જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મમાંથી એક આયુષ્યકર્મને છોડીને સાતે કર્મની સ્થિતિ શુભ અધ્યવસાયથી ઘટાડી ઘટડીને એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરે તે સમયે જીવ યથાપ્રવૃત્તિ કરણ કરે, તે કરણ જીવે આ