________________
૧૨૮
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ આવો સુન્દર ખ્યાલ પેદા થવાથી, એવો પરિણામ પેદા થયા વિના રહે નહિ, કે જેના વડે રાગ-દ્વેષનું ગાઢપણું ભેદાઇ જાય. જીવને એમ પણ થઇ જાય કે- “મારે હવે એવી દશાને પ્રાપ્ત કરવી જોઇએ, કે જેથી મારામાં રાગ પણ રહે નહિ અને દ્વેષ પણ રહે નહિ.” એમાંથી “હું વીતરાગ બનું !! -એવા ભાવવાળો પરિણામ જન્મે. રાગ-દ્વેષના યોગમાં જીવને વસ્તુતઃ સુખ છે જ નહિ પણ દુઃખ જ છે અને રાગ-દ્વેષ એ દુઃખનું જ કારણ છે.” -એમ લાગી જાય, એટલે વીતરાગ બનવાની ઇચ્છા પ્રગટ્યા વિના રહે ખરી ? એના યોગે, વીતરાગ બનવાના ઉપાય રૂપ ધર્મ ઉપર રાગ પ્રગટે અને વીતરાગ બનવામાં અન્તરાય કરનાર પાપ ઉપર દ્વેષ પ્રગટે. રાગદ્વેષ એ કેવળ નુક્સાનકારક જ છે, હેય જ છે અને એથી મારે એ રાગ-દ્વેષ જોઇએ જ નહિ.” –આવા પ્રકારનો જે પરિણામ, એને અપૂર્વ કરણ તરીકે ઓળખી શકાય. અપૂર્વક્રણ રૂપ મુગર :
આ અપૂર્વકરણને મહાત્માઓએ મુગર જેવો પણ કહ્યો છે. ભગવાન શ્રી કષભદેવજીનું પેલું સ્તવન યાદ છે ? “સમકિત દ્વાર ગભારે પેસતાં જી.....” એ સ્તવનમાં પણ કેટકેટલી વાતો કહી છે? “પાપ પડલ થયાં દૂર રે.” વગેરે કહ્યું છે ને ? સખ્યત્વના દ્વારમાં પેસવા માટે પાપનાં પડેલ દૂર થવાં જોઇએ અને પાપનાં પડેલ દૂર થાય ત્યારે જ જીવ અપૂર્વકરણ રૂપી મુદ્ગરને હાથમાં લઇ શકે ને ? એ પછી જ ગ્રંથિભેદાય. અનંતાનુબંધી કષાયની ભુંગળ અને મિથ્યાત્વની સાંકળ એ પછી જ ભાંગે. ત્યારે, ભગવાનનું દર્શન, પૂજન વગેરે એ માટે કરવાનું છે. એ સમ્યકત્વની કરણી છે. એ કરણી સમ્યકત્વને નહિ પામેલા જીવને સમ્યકત્વ પમાડે એવી છે અને એ કરણીમાં એવો ગુણ પણ છે કેએ સમ્યકત્વને શુદ્ધેય બનાવે. જીવમાં એ ભાવ હોવો જોઇએ