________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
ક્ષાયિકાદિક ત્રણ પ્રકારનું સમ્યક્ત્વ તેના આવરણરૂપ કર્મના ક્ષયાદિકથી થાય છે ઃ અર્થાત્ યથાર્થ દર્શન આવૃત્ત કરનારા દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો તેમજ ચાર અનંતાનુબંધી કષાયોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘ક્ષાયિક' કહેવાય છે. આ સાતે પ્રકૃતિઓના જ ઉપશમથી ઉદ્ભવતું સમ્યક્ત્વ ‘ઔપશમિક ' કહેવાય છે, જ્યારે એના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યક્ત્વ ‘ક્ષાયોપશમિક' કહેવાય છે. સમ્યક્ત્વના ચાર પ્રકારો :
ઃ
૨૮૪
ક્ષાયોપશમિક, ઔપશમિક અને ક્ષાયિક એ ત્રણ સમ્યક્ત્વમાં ‘સાસ્વાદન' સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના ચાર ભેદો થાય છે. ઉપશમ સમ્યક્ત્વમાંથી પતિત થઇને મિથ્યાત્વરૂપ પ્રથમ ગુણસ્થાનક પર જતાં આ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. જેમ કોઇ પુરૂષને ગોળ ખાધા પછી વમન થાય, તો પણ તેને કંઇ ગળચટો પરંતુ અનિચ્છિત સ્વાદ લાગે, તેમ ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે જતાં આ સમ્યક્ત્વને સાસ્વાદન નામ આપવામાં અવ્યું છે. ઉપશમસમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વ ગુણસ્થાનકમાં જતાં બહુ જ ઓછો સમય લાગે છે અને શાસ્ત્રકારો આ સંબંધમાં ‘માળ’ ઉપરથી પડનારનું દ્રષ્ટાંત રજુ કરે છે : અર્થાત્ માળ ઉપરથી પડેલાને ભૂમિ ઉપર પહોંચતાં જેટલી વાર લાગે, તેના કરતાં પણ અતિશય ઓછા કાળમાં સમ્યક્ત્વનું વમન કરતો જીવ સાસ્વાદની થઇ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય, કેમકે-સાસ્વાદનનો ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાનો છે.
સમ્યક્ત્વના પાંચ પ્રકારો :
આ ચાર સમ્યક્ત્વમાં ‘વેદક' સમ્યક્ત્વ ઉમેરતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય છે. અનંતાનુબંધી ચાર કષાય,