________________
૨૦
ચૌદ ગુણસ્થાનક ભાd-૨
જ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આપદાઓ પણ આવવાની જ. માટે ગમે તેવી આપદાઓ આવી પડે તો પણ ધીર પુરૂષો સમુદ્રની પેઠે પોતાની મર્યાદાને છોડતા નથી.
આપદાઓ આવી પડે ત્યારે ધીર પુરૂષો વિચાર કરે છે કેઆ તો પૂર્વે કરેલાં દુષ્કૃત્યોનું ફળ ઉપસ્થિત થયું છે માટે તેને અવશ્ય સહન જ કરવું જોઇએ. જ્યારે માનવના મનમાં એવો ભાવ થાય ત્યારે જ તેના પ્રાચીન કર્મોનું ઉત્તમ નિર્જરણ થાય છે. એથી જ વિવેક પૂર્વક સહન કરવાની વૃત્તિને ઉત્તમ નિર્જરા કહેવામાં આવી છે.
ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી પધાર્યા તેમાં રાજાએ પૂછયું કે- મારા નાના દિકરાને કષ્ટ શા માટે પડ્યું ? ત્યારે ભગવાને કહ્યું કે-તારા નાના દિકરાને જ દુઃખ પડ્યું છે એમ નથી પરંતુ તારા મોટા પુત્ર સહિત તારી સ્ત્રીને પણ એ જ રીતે કષ્ટ આવેલું છે. રાજા વિસ્મય પામ્યો અને આવો અનર્થ કોણે કર્યો ? એમ ભગવાનને પુછયું-એટલે ભગવાને પણ એવો અનર્થ કરનાર કાલા નામના યક્ષને તત્કાળ ત્યાં જ સાક્ષાત્ દેખાડી દીધો. એ ત્યાં ભગવાનને વંદન કરવા આવેલો હતો. પછી રાજાએ પુછયું એની સાથે મારે વિરોધ થવાનું કારણ શું ? ભગવાન બોલ્યા-સાંભળ.
આજથી સાતમાં ભવમાં વિજયપુર નગરમાં વિજય ગૃહપતિને પાંચ પુત્ર હતા. તેમાં હે રાજન્ તું બધાથી મોટો હતો અને આ યક્ષનો જીવ સૌથી નાનો હતો. ચાર ભાઇઓને આ સૌથી નાનો અળખામણો હતો તેથી તેની સાથે રોજ કજીયા થતાં તેમાં તેને વૈરાગ્ય થયો અને મનમાં થયું કે હું કહ્યાગરો છું. ઉચિત બોલનારો છું, અને શાંત વૃત્તિવાળો છું છતાંય અત્યંત ખેદની વાત છે કે મને જોઇને મારા સગા ભાઇનઓને પણ ઉગ થાય છે એવો હું પાપી છું. એકવાર રાતના ઘરમાંથી નીકળી ક્ષેમકર નામના મુનિ પાસે દીક્ષા લીધી અને અભ્યાસ કરી તપા