________________
૨૮૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ જેમકે-સમ્યકત્વ એક, બે, ત્રણ, ચાર અને પાંચ પ્રકારનું પણ સંભવે છે. શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપિત કરેલાં તત્ત્વો પર જે શ્રદ્ધા કરવી તે એક પ્રકારનું સમ્યક્ત્વ છે. અર્થાત્ “તમેવ સરપં નિરસંવંs i નિખોર્દિ પવેદ્ય !” એટલે સકલ દોષરહિત અને સમસ્ત ગુણસંપન્ન એવા શ્રી જિનેશ્વરદેવોએ જે તત્ત્વ પ્રકાશ્ય છે તે સત્યજ છે, એવી રૂચિરૂપ સમ્યક્ત્વ તે આ એક પ્રકારનું સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વના બે પ્રકારો ત્રણ રીતે પડે છે. (૧) દ્રવ્યસખ્યત્વ અને ભાવસમ્યકત્વ, (૨) નિશ્ચયસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યકત્વ, અને (૩) નિસર્ગસમ્યકત્વ અને અધિગમાં સમ્યક્ત્વ. દ્રવ્યસખ્યત્ત્વ અને ભાવસખ્યત્ત્વ :
શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલાં તત્ત્વો સત્યજ છે, એ વાતનો પરમાર્થ નહિ જાણવા છતાં પણ શ્રદ્ધા કરનારાના સમ્યકત્વને દ્રવ્યસમ્યકત્વ' સમજવું, પરંતુ પરમાર્થના જાણકારના સંબંધમાં તો આવું સમ્યકત્વ “ભાવસમ્યકત્વ' સમજવું કેમકે-આ ભાવસમ્યક્ત્વધારી પ્રાણી જીવાદિક સપ્ત પદાર્થોને નય, નિક્ષેપ, સ્યાદ્વાદ ઇત્યાદિ શૈલીપૂર્વક જાણે છે અને ત્યાર પછી તેને વિષે શ્રદ્ધા રાખે છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે-ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી ક્ષાયોપથમિક સમ્યક્ત્વનો દ્રવ્યસમ્યક્ત્વમાં સમાવેશ થાય છે,
જ્યારે ઓપશમિક અને ક્ષાયિકનો ભાવસમ્યકૃત્વમાં અંતર્ભાવ થાય છે કેમકે-પ્રથમ સમ્યકત્વ તો પૌગલિક છે, જ્યારે બાકીના બે તો આત્મિક છે એમ માનવું ભૂલભરેલું છે ? કેમકે – દ્રવ્યસમ્યકત્વ' માંના “દ્રવ્ય' શબ્દથી અત્ર “પુગલ’ અર્થી કરવાનો નથી. વળી આ દ્રવ્યસમ્યક્ત્વ અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાનકમાં પણ સંભવે છે.