Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 359
________________ ૩૪૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ શ્યામવર્ણના નિસ્તેજ દેખાતા ઢગલાઓ એ તેમનોજ દેખાવ છે. મુમુક્ષુએ જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો- ભગવન્ આપે કહ્યું કે, ‘જીવ ગ્રંથિ ભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ કરે છે’ તો તે ગ્રંથિભેદ શી વસ્તુ છે ? અને તે કેવી રીતે થાય ? તે સમજાવો.” કૃપા કરી આનંદસૂરિ ગંભીર સ્વરથી બોલ્યા- “ભદ્ર, તારી શંકા સ્થાને છે. ગ્રંથિભેદનું સ્વરૂપ જાણ્યા વગર એ વિષય તારા લક્ષમાં આવશે નહીં. જીવના (પરિણામ વિશેષરૂપ જે કરણ) એક જાતના પરિણામ તે કરણ કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. એવા તેના નામ છે. જેમ કોઇ પર્વતમાંથી નીકલતી નદીના જલમાં એક પથ્થરનો કટકો રહેલો હોય તે જલની સાથે અથડાતો અથડાતો ગોળાકાર થઇ જાય છે, તે ન્યાયે જીવ આયુ કર્મ સિવાય સાતે કર્મની સ્થિતિ કે જે કાંઇક ઉણી એક કોટાકોટી સાગરોપમ પ્રમાણની છે, તેમાં કોઇ જાતના અધ્યવસાય વડે ગ્રંથિદેશ સુધી આવે છે; તે પહેલું યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. કોઇ એવી જાતનો અધ્યવસાય કે જે પુર્વે પ્રાપ્ત થએલ નથી, તે વડે ગ્રંથિ કે જે ઘન-નિબિડ રાગદ્વેષની પરિણતિરૂપ છે, તે ગ્રંથિને ભેદવાનો જે આરંભ તે બીજું અપૂર્વકરણ કહેવાય છે. જે કોઇ જાતના અધ્યવસાયથી ગ્રંથિભેદ કરી નિવૃત્ત ન થતાં (અનિવૃત્ત થતાં) પરમાનંદને ઉત્પન્ન કરનારા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે, તે ત્રીજું અનિવૃત્તિકરણ કહેવાય છે. આ પ્રમાણે આ ત્રણ કરણનું સ્વરૂપ આર્હત શાસ્ત્રમાં પ્રખ્યાત છે.’’ મુમુક્ષુ સાનંદવદને બોલ્યો- “ભગવન્, આપે કહેલા ત્રણ કરણના સ્વરૂપ ઉપરથી ગ્રંથિભેદનું શુદ્ધ સ્વરૂપ મારા જાણવામાં આવી ગયું છે. અધ્યવસાય ઉપરથીજ કરણનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે. જો કે મારી બુદ્ધિની શક્તિ પ્રમાણે એ વિષય ગ્રાહ્ય થયો છે, તથાપિ કોઇ દ્રષ્ટાંત આપી મને તે વિષે વિશેષ સમજાવો; તો મહાન્ ઉપકાર થશે.’’ સૂરિવર દંતકિરણોથી આસપાસના પ્રદેશને પ્રકાશ કરતાં બોલ્યા “ભદ્ર, એ ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાવવા માટે ભાષ્યકારે એક

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372