________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૫૧ ગુણી બનાવવાનું મુખ્ય સાધન સમ્યક્ત્વ જ છે. મનુષ્ય ભવની મહત્તા સમ્યકત્વમાં જ રહેલી છે. ભવનું, આપ કૃપારૂપી વલ્લી પ્રસારો અને તેની શીતળ છાયામાં રહેલા મારા આત્માને સમ્યક્ત્વના વિશેષ બોધથી અલંકૃત કરો, સમ્યક્ત્વનો સારો બોધ પ્રાપ્ત થવાથી આ ચોથા પગથીઆનું શુદ્ધ સ્વરૂપ મારા હૃદયમાં વિશેષ પ્રદીપ્ત થશે. હે કૃપાવતાર, તેથી મને મારા કર્તવ્યનું પણ વિશેષ ભાન થશે.
જિજ્ઞાસુ અને મુમુક્ષુની આ પ્રાર્થના અંગીકાર કરી આનંદમગ્ન આનંદસૂરિએ વાણીનો વિકાસ કર્યો. “ભદ્ર સમ્યક્ત્વ એટલે સમ્યફ પ્રકારનો ભાવ. સંસ્કૃત સભ્યg અવ્યયનેવ પ્રત્યય લાગવાથી સભ્યg – શબ્દ સિદ્ધ થયેલો છે, યથાર્થ તત્વ ઉપર વિજ્ઞાનપૂર્વક રૂચિ તે સમ્યત્વનો ફલિતાર્થ છે એટલે મુખ્ય એવા ત્રણ તત્વઉપર યથાર્થ રૂચિ થવાથી સમ્યકત્વ થયેલું ગણાય છે. દેવતત્ત્વ, ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ-એ ત્રણ શુદ્ધ તત્ત્વ ઉપર જે પુરૂષને શ્રદ્ધા પ્રતીતિ થાય તે સમ્યક્ત્વવાનું કહેવાય છે. એ શ્રદ્ધાના બે પ્રકાર છે. વ્યવહાર શ્રદ્ધા અને નિશ્ચયશ્રદ્ધા. તે ઉપરથી સમ્યત્વના પણ બે ભેદ થઈ શકે છે. વ્યવહારસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યકત્વ. પ્રથમ વ્યવહારશ્રદ્ધામાં દેવતત્ત્વરૂપે શ્રી અરિહંત પ્રભુના શુદ્ધ સ્વરૂપને ઓળખવાનું મુખ્ય છે. જેની અંદર તે દેવાધિદેવના ચાર સ્વરૂપ જાણવાના છે, જે ચાર નિક્ષેપના નામથી ઓળખાય છે. નામનિક્ષેપ,સ્થાપનાનિક્ષેપ, દ્રવ્યનિક્ષેપ અને ભાવનિક્ષેપ એવા તેના નામ છે. નમો અરિહંતાઈ એમ નામથી કહેવું એ પ્રથમ નામનિક્ષેપ છે. શ્રી અરિહંત પ્રભુની પ્રતિમા કે જે સર્વ દૂષિત ચિન્હોથી રહિત, સહજ સુંદર સમચતુરસ સંસ્થાનવાલી, પદ્માસન, કાયોત્સર્ગ વગેરે મુદ્રાવાળી અને શાંત રસમય હોય છે, તેમનું દર્શન, સેવન, પૂજન અને ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તે સ્થાપના નિક્ષેપ છે. જે જીવે તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ કરેલ છે, તે જીવમાં ભાવિગુણોનો આરોપ કરવો એટલે ‘આ જીવ ભવિષ્યમાં તીર્થકર ભગવાનું થશે, એમ વર્તમાનકાળે તેમનામાં આરોપ કરવો તે દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. વર્તમાનકાળે સીમંધર પ્રમુખ તીર્થકર કે જે કેવળજ્ઞાની, સમવસરણમાં