Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 363
________________ ચૌદ ગુણસ્થાન ભાઈ-૨ વિરાજમાન, ભવ્ય જીવોના પ્રતિબોધક, ચતુર્વિધ સંઘના સ્થાપક છે, તેવા ભાવ અરિહંતની સેવા ભક્તિ મોક્ષદાયક થાય છે, એ ભાવનિક્ષેપ કહેવાય છે. આવા ચાર નિક્ષેપ સંયુક્ત એવા દેવાધિદેવ અરિહંતને જે પરમેશ્વર માનવા, તેમની સેવા કરવી, તેમની આજ્ઞા શિરપર ધારણ કરવી. એ વ્યવહાર શુદ્ધ દેવતત્ત્વ કહેવાય છે. આ નિશ્ચય સમ્યત્વ અથવા નિશ્ચય શ્રદ્ધા જે સમ્યક્ત્વનો બીજો પ્રકાર છે, તેની અંદર નિશ્ચય શુદ્ધ દેવ તત્ત્વનું સ્વરૂપ આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરવો, પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, શબ્દ અને ક્રિયાથી રહિત, યોગ રહિત, અતીન્દ્રિય, અવિનાશી, અનુપાધિક, અબંધી અકલેશી, અમૂર્ત, શુદ્ધ ચૈતન્ય રૂપ, જ્ઞાન દર્શન અને ચારિત્રાદિ અનંત ગુણોનું પાત્ર અને સચ્ચિદાનંદસ્વરૂપી આત્મા છે, આવો નિશ્ચય એ નિશ્ચય દેવ તત્વ છે. તેવી રીતે શુદ્ધ વ્યવહાર ગુરૂ તત્વ અને શુદ્ધ નિશ્ચય ગુરુ તત્વ પણ સમજવાનું છે. પવિત્ર અને નિર્દોષ સાધુને ગુરુ કરી માનવા, તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું અને તેમને પાત્ર જાણી શુદ્ધ અન્નાદિ આપવા એ વ્યવહાર શુદ્ધ ગુરૂતત્વ છે અને શુધ્ધ આત્મવિજ્ઞાન પૂર્વક હેય તથા ઉપાદેય ઉપયોગ સહિત જે પરિહાર અને પ્રવૃત્તિનું જ્ઞાન તે નિશ્ચય ગુરૂ તત્વ છે. તેવી જ રીતે વ્યવહાર ધર્મતત્ત્વ અને નિશ્ચય ધર્મતત્વસમજી લેવા. વ્યવહાર રૂપ ધર્મમાં દયા મુખ્ય છે. સત્ય વગેરે જે સર્વવ્રતો છે, તે દયાની રક્ષાને માટે છે. તે દયાના આઠ પ્રકાર છે. (૧) દ્રવ્યદયા, (૨) ભાવદયા, (૩) સ્વદયા, (૪) પરદયા, (૫) સ્વરૂપદયા, (૬) અનુબંધદયા, (૭) વ્યવહારદયા અને (૮) નિશ્ચયદયા –એવા તેના નામ છે. એ દયાના સ્વરૂપને માટે આતશાસ્ત્રમાં ઉત્તમ પ્રકારનું વિવેચન કરેલું છે. તેમાં નિશ્ચય દયા સર્વોત્કૃષ્ટ છે અને તે દયાના પ્રભાવથી આ નીસરણીના ગુણસ્થાનરૂપ પગથી ઉપર જીવ આરોહણ કરે છે. એ દયાના સ્વરૂપના વિજ્ઞાનપૂર્વક સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને વૃત્તિ એ પંચાંગીથી સંમત, પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ કરેલ, નૈગમાદિનય, નામાદિ નિક્ષેપ, સપ્તભંગી, નયનિપુણતાથી મુખ્ય તથા ગૌણભાવે ઉભયનય સંમત, શુદ્ધ સ્યાદ્વાદ

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372