________________
ચોદ વણસ્થાનક ભાગ-૨
૩પપ કહેવામાં આવ્યું છે, તેનું સર્વદા મનન કરજે. અને મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરજે. એક રીતે મિથ્યાત્વનો સર્વથા ત્યાગ એ પણ સમ્યકત્વ કહેવાય છે. પ્રથમ વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, હવે નિશ્ચયસમ્યત્વનું સ્વરૂપ સાંભળ. પૂર્વે નિશ્ચય દેવ, ગુરૂ અને ધર્મનું જે
સ્વરૂપ કહ્યું છે, તેજ નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ સમજી લેવું. તે નિશ્ચય સમ્યક્ત્વ પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, તેને તો કેવલી જાણી શકે છે. જે જીવને નિશ્ચયસમ્યક્ત થયું હોય તે કેવલીના જાણવામાં આવી શકે છે. તેમાં ખાસ એટલું જાણવાનું છે કે-જેને નિશ્ચય સમ્યકત્વ પ્રગટ થયું તે જીવને નરક અને તિર્યંચની ગતિના આયુષ્યનો બંધ થતો નથી. અને તેના મનની પરિણાંત સર્વદા ઉચ્ચજ રહે છે.
મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યો- “ભગવદ્ એ વાત મારા લક્ષમાં આવી ગઈ છે. હવે કૃપા કરી સામાન્ય રીતે સમ્યક્ત્વવાન મનુષ્યનું સ્થૂલ પ્રવર્તન કેવું હોય? તે સમજાવો. જે ઉપરથી સામાન્ય બુદ્ધિ માણસ પણ સમ્યકત્વવાનને ઓળખી શકે, અને પોતે તેવો થવાને પ્રયત્ન કરે.”
આનંદસૂરિ સાનંદ થઈને બોલ્યા- “ભદ્ર, જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય, તેવા પુરૂષની પ્રવૃત્તિ કેવી હોય છે? તે જાણવા જેવી છે. સમ્યકત્વથી અલંકૃત થયેલો પુરૂષ જો શરીર સ્વસ્થ હોય તો જિનપ્રતિમાના દર્શન પૂજન કરવામાં એટલો બધો પ્રીતિવાળો રહે છે કે તે તેમના દર્શન કર્યા વિના ભોજન કરતો નથી. જો પ્રતિમાના દર્શનનો યોગ ન મળે તો પૂર્વ દિશામાં સન્મુખ બેશી વર્તમાન તીર્થકરોને ઉદેશીને ચૈત્યવંદન કરે છે. જો કોઇ રોગાદિ કારણને લઈને દર્શન, ન થાય તો તેને આગાર હોવાથી તેના નિયમનો ભંગ થતો નથી. જેના હૃદયમાં શુદ્ધ સમ્યત્વની પ્રજા પડેલી છે, તે ભવી આત્મા જિન પ્રભુના મંદિરમાં મોટી દશ આશાતનાને છોડી દે છે. તે જિનાલયમાં તાંબૂલ કે બીજી ખાવાની વસ્તુઓ ખાતો નથી. જલ વગેરે પ્રવાહી પદાર્થોનું પાન કરતો નથી. ભોજન લેતો નથી. મંદિરની અંદર ઉપાન વગેરે લાવતો નથી. કોઈ જાતના વિષયનું સેવન કરતો નથી, શયન કરતો નથી. દીર્ધશંકા, લઘુશંકા કરતો નથી. કોઇ ભાગમાં થુંકતો