________________
૩પ૮
ચોદ મણસ્થાક ભાગ-૨ જેના વિચાર મિથ્યાત્વથી ભરેલા હોય અથવા નાસ્તિતાવાલા હોય તેવાઓનો સંગ કરવો નહીં. તેમ કરવાથી મિથ્યાદ્રષ્ટિની વાસના લાગી જવાથી ધર્મથી ભ્રષ્ટ થવાય છે. કુસંગનો ત્યાગ કરવાનું પણ તેની અંદર આવી છે.
- ભદ્ર મુમુક્ષુ, આ પ્રમાણે સમ્યક્ત્વની અંદર પાંચ અતિચારો છે, તે અતિચારોનો ત્યાગ કરવાથી સમ્યત્વનો પૂર્ણ પ્રકાશ પડે છે. અને ભવ્ય આત્મા તેના ત્યાગથી પોતાનું આત્મસાધન કરી શકે છે. મુમુક્ષુએ પ્રશ્ન કર્યો. ભગવનું, એ અતિચારનો ત્યાગ કરવાની ભાવના ભાવવાને હું ઉઘુક્ત થઇશ, પરંતુ કોઈ કારણથી તેનો અંતરાય આવે તો ક્ષમા થઇ શકે એવો કાંઈ પ્રકાર છે?
સૂરિવર બોલ્યા- “ભદ્ર, આહત ધર્મના પ્રવર્તકોએ ધર્મના માટે સૂક્ષ્મ નિરીક્ષણ કરેલું છે. એ મહાત્માઓ છબસ્થ જીવોના સ્વરૂપને સારી રીતે જાણતા હતા, અને તેમની શક્તિને ઓળખતા હતા, કદિ જીવો ઉત્તમ કોટિના હોય પણ જ્યાં સુધી તેમના આત્માને છદ્મસ્થપણાને સ્પર્શ થયેલો છે, ત્યાં સુધી તેઓ સ્કૂલના પામ્યા વિના રહેતા નથી, એ વાત તેમના મહાન જ્ઞાનબલની અંદર આવેલી હતી, અને તેથી તેમણે ધર્મના વર્તનમાં કેટલાએક આગાર રાખેલા છે, જેથી ધર્મના શુદ્ધ પ્રવર્તનને કોઈ જાતનો ધક્કો લાગતો નથી. ભદ્ર, આ સમ્યકત્વને માટે ભગવાન અરિહંત પ્રભુએ છ આગાર દર્શાવેલા છે, જેઓ નિયમ પાળવાની મુશ્કેલીમાં એક છીંડીરૂપ ગણાય છે. જો નિયમ પાળવામાં મુશ્કેલી આવી પડે તો એ આગારરૂપી છીંડીમાંથી બચી શકાય છે, અને નિયમને અખંડિતપણે જાળવી શકાય
છે.”
. સૂરિવરના આ વચનો સાંભળી મુમુક્ષુ અતિ આનંદ પામી બોલ્યો.” કૃપાનાથ, એ છ આગાર જણાવવાની કૃપા કરો.
સૂરિવર બોલ્યા- “ભદ્ર, જ્યારે શુદ્ધ ગુરૂ ગૃહસ્થને સમ્યક્ત્વ આપે છે, ત્યારે તે છ આગાર જણાવે છે. કારણને લઈને સમ્યકત્વને અનુચિત એવું કાંઇ કામ કરવું પડે ત્યારે છ આગાર રાખી શકાય છે, જેથી પ્રાપ્ત કરેલ