________________
ચૌદ ગુણસ્થાનક માઢા-૨
૩૫૯
ન
સમ્યક્ત્વ દૂષિત થતું નથી. (૧) કંદ પોતાના નગરનો રાજા આજ્ઞા કરી જોરાવરીથી અનુચિત કામ કરાવે, તો તે કામ કરતાં સમ્યક્ત્વને દોષ લાગતો નથી. (૨) કદિ જ્ઞાતિ અથવા પંચ કોઇ ન છાજે તેવું કામ કરવાની ફરજ પાડે, (૩) ચોર કે કોઇ બદમાસ માણસ જોરાવરીથી અયોગ્ય કામ કરાવે. (૪) વ્યંતર, ભૂત કે પ્રેત શરીરમાં પ્રવેશ કરી અનુચિત કામ કરવામાં ઉદ્યુક્ત કરે, (૫) ગુરૂ કે વિંડેલ જનાદિના આગ્રહથી કાંઇ અનુચિત કામ કરવું પડે તથા કોઇ ધર્માચાર્યને કોઇ દુષ્ટ સંકટ દેતો હોય તેમજ જિનપ્રતિમા કે જિનાલયને ખંડન કરનારા પુરૂષનો નિગ્રહ કરવાને કોઇ સમ્યક્ત્વને ન છાજે તેવું અનુચિત કામ કરવું પડે અને (૬) દુષ્કાલ, મરકી કે દેશભંગ અથવા આજીવિકાનો નાશ થાય તેવી આપત્તિઓ આવે તેવે પ્રસંગે અયોગ્ય કાર્ય કરવું પડે -એ છ આગાર રાખવાથી સમ્યક્ત્વ કલંકિત થતું નથી. તેમજ અજાણતાથી, અકસ્માત્થી, આત્મિક લાભ વિશેષ મળવાથી, અને સર્વ સમાધિ વ્યત્યયથી અર્થાત્ રોગને વશ થવાથી કાંઇ અનુચિત કાર્ય થઇ જાય તોપણ સમ્યક્ત્વને કલંક લાગતું નથી.’
,,
મુમુક્ષુ નિઃશંકપણાના આનંદથી બોલ્યો- “ભગવન્, હવે મારા મનની તે ચિંતા અને શંકા દૂર થઇ છે. પરંતુ આ ચોથા પગથીઆ વર્તી જીવના કૃત્ય કેવા હોય છે તે કૃપા કરી જણાવો.’’
સૂરિવર બોલ્યા- હે ભદ્ર આ ગુણસ્થાનવાળા જીવને વ્રત, નિયમ તો કાંઇ પણ હોતું નથી, પરંતુ દેવશ્રી વીતરાગભગવાનની તેમજ પૂર્વોક્ત લક્ષણવાળા શુદ્ધ ગુરૂ નિગ્રન્થની તથા ચતુર્વિધ શ્રીસંઘની પૂજા, ભક્તિ, નમસ્કાર-વાત્સલ્યાદિ કૃત્યો તે કરે છે. તથા પ્રભાવિત શ્રાવક હોવાથી શાસનની ઉન્નતિ તથા શાસનની પ્રભાવના કરે છે. વળી આ ગુણસ્થાનવાળા જીવ સત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, તથા મિશ્રમોહનો વ્યવચ્છેદ થવાથી અને ચાર આનુપૂર્વી અને સમ્યક્ત્વ મોહનો ઉદય થવાથી એકસો ચાર કર્મપ્રકૃતિને વેદે છે. ક્ષાયિક સમ્યક્ત્વવાળાને ૧૩૮ કર્મપ્રકૃતિની સત્તા હોય છે, અને ઉપશમ સમ્યક્ત્વવાળાને ચોથાથી તે અગીયારમા ગુણસ્થાન પર્યંત ૧૪૮ કર્મપ્રકૃતિની સત્તા છે.