________________
૩પ૬
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ નથી અને જુગારની કોઇજાતની રમત રમતો નથી, આ દશ મોટી આશાતનાની સાથે યથાશક્તિ બીજી નાની ચોરાશી આશાતનાનો પણ તે ત્યાગ કરે છે. જેના હૃદયમાં સમ્યત્વનો પ્રકાશ પડેલો છે એવો પુરૂષ શરીરે આરોગ્ય હોય તો બે ઘડી દિવસ ચડે ત્યાં સુધી નમસ્કાર સહિત ચાર આહારનું પ્રત્યાખ્યાન કરે છે અને રાત્રે દુવિહાર પ્રત્યાખ્યાન કરે છે, જો રોગાદિકના કારણથી ન થઈ શકે તો તે આગાર ગણાય છે. ભદ્ર મુમુક્ષુ, જેના પવિત્ર હૃદય ઉપર સમ્યક્ત્વનું તેજ પ્રસર્યું હોય તે પુરૂષ કેટલાએક સ્વોપયોગી અને લોકોપયોગી નિયમો ધારણ કરે છે. તે માસ, ચાર માસ, છ માસ, કે વર્ષ સુધી પ્રભુને અમુક પુષ્પો ચડાવવાનો, અમુક ઘી અર્પવાનો, અમુક અંગહણ કરવાનો નિયમ ગ્રહણ કરે છે, તે સાથે કેશર, ચંદન, બરાસ, કપૂર, ધૂપ, અક્ષત, નૈવેદ્ય વગેરે અને ફલપૂજાની સામગ્રીના અમુક પ્રમાણના સંકલ્પ કરે છે. પ્રતિવર્ષ અષ્ટ પ્રકારી અને સત્તર ભેદી પુજાઓ રચવાના જૂદા જૂદા નિયમો ધારણ કરે છે. તે સિવાય કેટલાએક પ્રભુભક્તિને અંગે જપમાલા, ધ્યાન પ્રમુખ માનસિક પૂજાના નિયમો ગ્રહણ કરે છે અને તે પ્રમાણે દ્રઢતાથી વર્તે છે. ભદ્ર, સમ્યકત્વથી અલંકૃત થયેલો પુરૂષ પોતાની લક્ષ્મીનો એવો સદુપયોગ કરે છે કે જેથી તે ઉભયલોકના કાર્યો સાથે છે. સાતક્ષેત્રોની ઉન્નતિમાં તેનું દ્રવ્ય ઉદારતાથી ખર્ચાય છે અને તે સાથે તેને કીર્તિનો લોભ રહેતો નથી. તેમાં ખાસ કરીને જ્ઞાનની ઉન્નતિ અને પોતાના સાધર્મીબંધુઓનો ઉત્કર્ષકરવામાં તે છૂટે હાથે દ્રવ્યનો વ્યય કરે છે જો પોતાની પાસે દ્રવ્યનો યોગ ન હોય તો બીજાની પાસે દ્રવ્ય વ્યય કરાવે છે અને તેમ કરનારાઓને પૂર્ણ અનુમોદન આપે છે અને માનુષ્ય જીવનની સફળતા થવાના જેટલા કાર્યો છે, તેમને આચરવા યથાશક્તિ પ્રયત્ન કરે છે.
આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુના માનસમંદિરમાં કોઈ વિલક્ષણ આભાસ થઈ આવ્યો. તેનું હૃદય નિઃશંક થવાથી તેમાં શ્રદ્ધા અને આસ્તાનું એટલું બધું બળ વધ્યું કે જેથી તે સર્વ પ્રકારે હર્ષમય બની ગયો અને આનંદ ઉદધિના કલ્લોલમાં તરવા લાગ્યો. તેણે સહર્ષવદને જણાવ્યું“મહાનુભાવ, સમ્યત્વના સદગુણો સાંભળી હૃદય આનંદમય બની ગયું