Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 365
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ હે ભદ્ર મુમુક્ષુ, એ શુધ્ધ દેવ, ગુરૂ અને ધર્મ -એ ત્રણે તત્ત્વની જે નિશ્ચલ પરિણતિરૂપ શ્રધ્ધા તે સમ્યક્ત્વ કહેવાય છે. અને તેના પ્રભાવથી મનુષ્ય આત્મા આ ગુણસ્થાનોની નીસરણી ઉપર અનુક્રમે ચડતો ચડતો મોક્ષ મંદિરમાં પ્રવિષ્ટ થાય છે. ૩૫૪ આનંદસૂરિના આ વચનો સાંભળી મુમુક્ષુ આનંદમગ્ન બની ગયો. શરીર પર રોમહર્ષ પ્રગટ થઇ આવ્યો. તેણે વિનયપૂર્વક જણાવ્યું, “ભગવન્, આપના મુખથી સમ્યક્ત્વનું સ્વરૂપ સાંભળી મારો અંતરાત્મા આનંદમગ્ન થઇ ગયો છે. આત્મસ્વરુપનો શુદ્ધ બોધ હૃદયમાં પ્રકાશિત થઇ ગયો છે. અજ્ઞાનરૂપ અંધકાર ખંડિત થઇ નષ્ટ થઇ ગયું છે. તથાપિ બુદ્ધિની ન્યૂનતાને લઇને એક અલ્પ શંકા પ્રગટ થઇ આવી છે. આપની ઇચ્છા હોય તો નિવેદન કરૂં.” આનંદમૂર્તિ આનંદથી બોલ્યા – “હે ભદ્ર, એમ કેમ કહે છે ? સશંકને નિઃશંક કરવામાં અમારી સદા ઇચ્છા જ છે. શંકારૂપ ગિરિ શિલાને તોડવાને માટે જ મુનિઓના વચનરૂપ વજ્ર સર્વદા સજ્જ છે. ભદ્ર, ખુશીથી તમારી શંકા પ્રગટ કરો. યથાશક્તિ તેનું નિરાકરણ કરવામાં આવશે.” મુમુક્ષુ અંજલિ જોડી બોલ્યો- “મહાનુભાવ, આ જગતમાં કેટલાએક એવા જીવો છે કે, જેમને સમ્યક્ત્વના સ્વરૂપનો યથાર્થ બોધ થયો ન હોય, તે માત્ર એટલું જ સમજે કે, “તં રાલ્વે નિસં હું નં નિદિ વેર્ય" જે જિનેશ્વર ભગવાને કહેલ છે, તે સર્વ નિઃશંક સત્ય છે.” આ પ્રમાણે જાણનારા જીવો સમ્યવાન કહેવાય છે કે નહીં ? સૂરિ બોલ્યા, “ભદ્ર,તારી શંકા યથાર્થ છે. જે જીવ પક્ષપાતરહિત એ પ્રમાણે ધારતા હોય અને તેમનામાં એવી તત્વાર્થ શ્રદ્ધા સાચી હોય તો તે પણ સમ્યગ્દર્શની કહેવાય છે.’” મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “મહાનુભાવ, મારી શંકા દૂર થઇ ગઇ છે. હવે સમ્યક્ત્વને વિષે કાંઇ વિશેષ કહેવાનું હોય તો કૃપા કરી કહો.’’ આનંદસૂરિ બોલ્યા- ભદ્ર, જે ઉપર વ્યવહારસમ્યક્ત્વનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372