________________
૩૫૩
ચૌદ પુણસ્થાન ભાગ-૨ શૈલીથી પ્રતિપાદિત અને દાન, શીલ, તપ અને ભાવરૂપે પ્રવૃત્તિવાલો જે ધર્મ તે શુદ્ર વ્યવહાર ધર્મ કહેવાય છે. જેનાથી પોતાના આત્માનું સ્વરૂપ અને વસ્તુનો સ્વભાવ જણાય છે, તે બીજો નિશ્ચય ધર્મ કહેવાય છે. એ નિશ્ચય ધર્મના પ્રભાવથી શુદ્ધ ચૈતન્ય રૂપ, અસંખ્યાત પ્રદેશી, અમૂર્ત, સ્વદેહ માત્રવ્યાપી, સર્વ પુદ્ગલોથી ભિન્ન, અખંડ, અલિપ્ત, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને સચ્ચિદાનંદ પ્રમુખ અનંત ગુણોથી વ્યાપ્ત, અવિનાશી, ઉપાધિરહિત અને અવિકારી એવા આત્મસ્વરૂપનું યથાર્થ ભાન થાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલોના પાંચ વિકારોનું સ્વરૂપ સમજાય છે અને તે આત્માથી બિન્ન છે, એમ માનવામાં આવે છે. એ નિશ્ચય ધર્મનો મહિમા અગાધ છે, તેનાથી ભવ્ય આત્મા પોતાના સ્વરૂપને
ઓળખી શકે છે. તે પવિત્ર આત્મા વિચારે છે કે, આઠ કર્મોના વિપાક ફલ વિપરીત છે, સૂક્ષ્મ પુદ્ગલો ઇંદ્રિયથી અગોચર છે. તેમના પરમાણુ આદિ અનેક તરેહના રૂપો છે. એ પુદ્ગલોના સંયોગથી મોહિત થયેલો જીવ ચારે ગતિમાં ભટકે છે. આ યુગલો મારા સજાતીય નથી પરંતુ વિજાતીય છે. તેમને મારી સાથે કોઈ વાસ્તવ સંબંધ નથી. તે પુદ્ગલો સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. આ પુદ્ગલોનો સંસર્ગ તેજ સંસાર છે. આ પુદ્ગલોની સંગતથી જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણો બગડી જાય છે; આ પુદ્ગલ દ્રવ્યની રચના છે, તે મારા આત્માનો સ્વભાવ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ –એ ચારે દ્રવ્ય જોય રૂપ છે, પરંતુ હું તે સર્વથી જૂદો છું. તેઓ મારા નથી અને હું તેમનો નથી. મારો સ્વભાવ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર, રૂપ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત, ચૈતન્ય ગુણ રૂપ, અનંત, અવ્યાબાધ, અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આદિ અનંત ગુણ સ્વરૂપથી યુક્ત છે. તે મારા સ્વભાવમાં શ્રધ્ધા, ભાસન, રમણતા રૂપ ચિદાનંદઘન સ્વરૂપ ફરે છે. તે મારા પૂર્ણાનંદ સ્વભાવને પ્રગટ કરવા માટે સર્વ શુધ્ધ વ્યવહારનય નિમિત્ત માત્ર છે, પરંતુ મારા સ્વભાવમાં જે રમણતા કરવી તેજ મુખ્ય શુધ્ધ સાધન છે અને તેજ શુધ્ધ ધર્મ છે. આ પ્રમાણે નિશ્ચય ધર્મનું સ્વરૂપ દર્શાવેલ છે.