________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
ઉપનય ઘટાવ્યો છે, તે ધ્યાન પૂર્વક સાંભળ
કોઇ ત્રણ મુસાફરો કોઇ નગરમાં જવાને નીકલ્યા. લાંબે રસ્તામાં જતાં એક ભયંકર જંગલ આવ્યું. આ સમયે સૂર્યાસ્ત થઇ ગયો. ઘન અંધકારથી દશે દિશાઓ વ્યાપ્ત થઇ ગઇ. આથી તે ત્રણે મુસાફરો ભયભીત થઇ ગયા. આ વખતે કોઇ બે ચોરો તેમની સામે આવ્યા. ચોરોને જોતાંજ ત્રણે પથિકોના હૃદય ગભરાઇ ગયા. અને ‘શું કરવું’ તેને માટે વિચારમાં પડ્યા. આ સમયે તે ત્રણ મુસાફરોમાંથી એક મુસાફર અત્યંત ભય પામી પાછો નાશી ગયો. બીજા મુસાફરને તે બંને ચોરોએ પકડી લીધો. અને ત્રીજોમુસાફર તે બંને ચોરો લડવા આવતાં તેમને મારી કુટી પોતાને ઇચ્છિત સ્થાને પહોંચી ગયો. આ દ્રષ્ટાંત ઉપર એવો ઉપનય ઘટે છે કે, જે ભયંકર જંગલ તે મનુષ્ય ભવ સમજવો, કર્મોની સ્થિતિ તે લાંબો રસ્તો જાણવો. જંગલને જે ભયંકર કહ્યું, તે ગ્રંથિ સમજવી. રાગ અને દ્વેષ એ બંને ચોર સમજવા. મુસાફરોને જવાનું જે નગર તે મોક્ષ સ્થાન સમજવું. જે પુરૂષ જે ચોરથી ભયપામી પાછો ભાગી ગયો તેની સંસારમાં પરિભ્રમણ કરવાની સ્થિતિ અધિક છે, એમ જાણવાનું છે. જે પુરૂષને ચોરોએ પકડી લીધો. તે આ સંસારમાં રાગ દ્વેષથી દુઃખી થઇ પરિભ્રમણ ક૨ના૨ો જીવ સમજવો, અને જે મુસાફર ચોરોને મારી કુટી નગર પોહોંચી ગયો. તે મોક્ષ નગરમાં જનાર સભ્યષ્ટિ જીવ જાણવો. આ ઉપનય વડે ત્રણ કરણનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. તે ઉપર એક બીજું કીડીઓનું દ્રષ્ટાંત છે, જેમ દરમાંથી નીકળી કીડીઓનો સમૂહ એક ખુંટા તરફ જાય છે. તેઓમાં કેટલીએક કીડીઓ ખુંટાની આસપાસ ફર્યા કરે છે, કેટલીએક ખુંટા ઉપર ચઢે છે, અને કેટલીએક ખુંટા ઉપર પહોંચતાં પાંખો આવવાથી ઉડીને ચાલી જાય છે, કીડીઓની સ્થિતિના જે ત્રણ પ્રકાર તે ત્રણ કરણ ઉપર ઘટાવવાથી તેમના સ્વરૂપનું યથાર્થ સ્પષ્ટીકરણ થાય છે.
૩૪૯
ભદ્ર, અહિં તારે દીર્ધ વિચાર કરવાનો છે. જીવો યથાપ્રવૃત્તિ કરણ કરીને ગ્રંથિદેશને પ્રાપ્ત થાય છે. અને અપૂર્વકરણ કરી ગ્રંથિનો ભેદ કરે છે, જ્યારે તે ગ્રંથિનો ભેદ કરે તે પછી કોઇક જીવ ત્યારે પોતાના મિથ્યાત્વના