________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૪૭
હિંમત કરી શકતો નથી, ત્યાં રહી તે અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનનો અનુભવ કરે છે.
ભદ્ર મુમુક્ષુ, આ ઉપનય ઉપરથી તારા જાણવામાં આવ્યું હશે કે, આ નીસરણીના ચોથા પગથીઆ રૂપ અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાન પર આવેલા જીવની કેવી સ્થિતિ થાય છે ? જેમ જેમ આ ઉપનયનું તું સ્મરણ કરીશ તેમ તેમ તારા હૃદય પ્રદેશમાં એ ચોથા ગુણસ્થાનનું સ્વરૂપ સારી રીતે સ્પષ્ટ થતું જશે ભદ્ર, આ નીસરણી પર રહેલા પાંચ પુષ્પોની ચારે તરફ જે ત્રણ પંક્તિઓ પ્રકાશમાન દેખાય છે, તે સોપાન ઉપર રહેલા જીવની ત્રણ પ્રકૃતિ છે. (૧) તીર્થંકર નામ કર્મ, (૨) મનુષ્યાયુ અને (૩) દેવાયુ એવા નામથી ઓળખાય છે. ત્રીજા ગુણસ્થાન કરતાં આ ચોથા ગુણસ્થાનમાં એ ત્રણ પ્રકૃતિ વધારે બંધાય છે તે પ્રકાશતી ત્રણ પંક્તિઓની ઉ૫૨ જે સત્યોતેર ચાંદલાઓની સુંદર વેલ આવેલી છે તે સત્યોતેર પ્રકૃતિઓનોબંધ છે. તે જીવ ત્યાં રહીસત્યોતેર પ્રકૃતિનો બંધ કરે છે, વળી ત્યાં રહેવાથી મિશ્રમોહનો વ્યવચ્છેદ થાય છે અને ચા૨ આનુપૂર્વી તથા સમ્યક્ત્વ મોહનો ઉદય થાય છે, તેથી એકંદરે તે જીવ એકસો ચાર કર્મ પ્રકૃતિને વેદે છે.
મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવન્, આપના કહેવાથી મારી બુદ્ધિમાં એ વાત ઉપસ્થિત થઇ છે. અને તેના જ્ઞાનનો પ્રકાશ મારા અજ્ઞાની હૃદયમાં સારી રીતે પડ્યો છે. આ અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનરૂપ પગથીઆ ઉપર રહેલો જીવ જે સ્થિતિ ભોગવે છે, તે સ્થિતિનું કાંઇક સ્વરૂપ મારા બોધ માર્ગમાં આવ્યું છે. હવે કૃપા કરી તે વિષે બીજી સમજૂતી આપો કે જેથી મા૨ા અપૂર્ણ જ્ઞાનમાં વિશેષ અજવાળું પડે.’’
આનંદસૂરિ સાનંદવદને બોલ્યા- “ભદ્ર, સાંભળ. જે ચોથા પગથીઆની બાહે૨ મલિનતાથી ભરેલા અને શ્યામ વર્ણથી નિસ્તેજ દેખાતા જે આ ત્રણ ઢગલાઓ દૂર રહેલા છે, તેનું સ્વરૂપ જાણવા જેવું છે. કોઇ જીવ ગ્રંથિભેદ કર્યા પછી પોતાની અંદર રહેલા મિથ્યાત્વ પુદ્ગલના રાશિને વહેંચી તેના ત્રણ પુંજ (ઢગલા) કરે છે. તે ત્રણ ઢગલા (૧) મિથ્યાત્વમોહ, (૨) મિશ્રમોહ અને (૩) સમ્યક્ત્વમોહ એવા નામથી ઓળખાય છે. આ