________________
૩૪૬
ચૌદ ગુણસ્થાનકે ભાગ-૨ કહ્યું. ભોળા દિલના વામકર્માએ તે આભૂષણ ઘરમાં મૂક્યું.
પાછળ કોઈ બાતમીદારના કહેવાથી જે ગૃહસ્થના ઘરમાંથી આભૂષણ ચોરાયું હતું તે ગૃહસ્થને ખબર પડી કે, જુગારી કર્મદાસે આભૂષણ ચોર્યું છે. અને તે તેના મિત્ર નામકર્માના ઘરમાં રાખવામાં આવ્યું છે, તત્કાળ પોલીસમાં તેની ફરીયાદ કરવામાં આવી અને તેની અંદર કર્મદાસ અને વાકર્માના નામ શકદાર તરીકે જાહેર કરવામાં આવ્યા તે ઉપરથી કર્મદાસ અને વામકર્માને પકડ્યા. વામકર્માના ઘરની જપ્તી લેવાથી તેના ઘરમાંથી ચોરીનો માલ પ્રગટ થયો, પોલીસના ઉપરિ અધિકારીએ કર્મદાસની સાથે નામકર્માને ઘણો હેરાન કર્યો, અને તેને બાંધીને કારાગૃહમાં રાખવામાં આવ્યો.
આ વખતે વામકર્મા પશ્ચાતાપથી ચિંતવન કરવા લાગ્યો- “અરે! મેં ઘણું જ નઠારું કામ કર્યું. આ દુષ્ટ કર્મદાસની સોબતથી હું ઘણો જ હેરાન થયો, મારી સુજ્ઞ સ્ત્રીના વચનો મેં ગણકાર્યા નહીં અને હું ઉન્માર્ગે ચડી ગયો. મારા કુળની અને માતાપિતાની પ્રતિષ્ઠાને મેં ગુમાવી. હવે હું ઘણો દુઃખી અવસ્થામાં આવી પડ્યો. મેંન્યાયરીતિથી મારી સંપત્તિનું સુખ ભોગવ્યું હોત તો હું ઘણો સુખી થાત. હવે આ કારાગૃહમાંથી છૂટીને શી રીતે સંપત્તિના સુખમાં પાછો આવું? નઠારા કર્મનું ફળ નઠારૂં મળે છે. એ વાત મને મારી માતાએ જણાવી હતી, પરંતુ હું કુસંગના દોષથી તે ભૂલી ગયો.” આ પ્રમાણે ચિંતવન કરતો વામકર્મા ચિરકાલ સુધી કારાગૃહમાં રહ્યો હતો.
આનંદસૂરિ બોલ્યા- હે ભવ્ય, આ ઉપનય ઉપરથી જે સમજવાનું છે, તે તું ધ્યાનમાં રાખજે. જે વામકર્મા તે જીવ સમજવો. તેનો પિતા તે ધર્મ અને માતા તે ધર્મકરણિ સમજવી. જ્યારે જીવને ધર્મ અને ધર્મકરણનો વિયોગ થાય ત્યારે તે પાપ કર્મ રૂપ વ્યસનમાં પડે છે. જે કર્મદાસ તે પાપકર્મરૂપ વ્યસન સમજવું. જે પોલીસનો અમલદાર તે કર્મના પરિણામ અને જે બંધન તે કષાયબંધન સમજવું. તે વામકર્મા રૂપ જીવ અવિરતિપણા રૂપ નઠારા કર્મનું ફળ જાણે છે, અને ગૃહસંપત્તિરૂપ વિરતિના સુંદર સુખની અભિલાષા કરે છે, પરંતુ કોટવાલ સમાન બીજા કષાયના બંધનથી છુટવાની