________________
૨૯૯
ચૌદ પૂણસ્થાન ભાગ-૨ પ્રેરાય એ શક્ય જ નથી. ઘનસમય રાજપ્રસરને અટકાવનાર અને સુમુનિ રામપ્રસરને હણનાર હોય છે ?
ઘનસમયને આપવામાં આવેલાં પાંચ વિશેષણોમાંથી પહેલું વિશેષણ એમ સૂચવે છે કે-સુમુનિ, એ રાગના પ્રસરને હણનારા હોય છે. સુમુનિ રાગના પ્રસરને હણનારા હોય, એ વાત શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં તો સુપ્રસિદ્ધ જ છે. રાગના પ્રસરને હણવો, એનું જ નામ સાચા અર્થમાં વૈરાગ્ય છે અને વૈરાગ્ય વિના સુમુનિપણું સંભવતું નથી એ નિર્વિવાદ વાત છે એટલે વૈરાગ્યથી ભરેલા સુમુનિ રાગના પ્રસરને હણનારા હોય, એ વાતમાં શંકાને અવકાશ જ નથી. સુમુનિ અને રાગનો સેવક અથવા તો રાગનો પ્રસર વધે એવી પ્રવૃત્તિ કરનાર, એ વાત સંગત જ નથી. રાગમાં રમનારો મુનિવેષમાં હોય એ હજુ સંભવિત છે, પણ રાગમાં રમનારો સુમુનિ હોય એ વાત સંભવિત નથી જ. સુમુનિ તો રાગના પ્રસરને હણનારા જ હોય, રાગ, એ આત્માનો કારમો શત્રુ છે. રાગ જાય એટલે દ્વેષ રહી શકતો જ નથી અને જ્યાં રાગ-દ્વેષ ગયા એટલે જોતજોતામાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. આથી કલ્યાણના અર્થિઓએ રાગને કાઢી વીતરાગતા પ્રાપ્ત કરવાને માટે, રાગના પ્રસરને હણવાના કાર્યમાં તત્પર બનવું જોઈએ. રાગના પ્રસરને હણનારા આત્માઓ પ્રયત્ન કરતે કરતે વીતરાગતાને, સર્વજ્ઞતાને અને છેવટ પરિપૂર્ણ મુક્તતાને પણ પામી શકે છે જ્યારે રાગની આધીનતામાં ફસાએલા આત્માઓને માટે તો સંસારમાં જ રૂલવાનું હોય છે. આમ પહેલું વિશેષણ સુમુનિને જેમ “રાગના પ્રસરને હણનાર' તરીકે જણાવનારૂં છે, તેમ ઘનસમયને “રાજયાત્રાને અટકાવનાર' તરીકે સૂચવનારૂં છે. વર્ષાસમયે રાજયાત્રા બંધ રાખવી પડે તે સ્વાભાવિક છે કારણ કેરાજાઓ પણ વર્ષાને અટકાવવાને માટે શક્તિમાન બની શકતા નથી. હતરામપ્રસર અને હતરાજપ્રસર-એમ બે અર્થોને સૂચવીને અહીં કેવી સુન્દર રીતિએ સુમુનિનું અને વર્ષાસમયનું વર્ણન કરવામાં આવ્યું છે?