________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૩૦પ ? સ્વભાવથી દૂર એવો તે સમરવિજય આવો વિચાર કરીને, આગળપાછળના પરિણામનો વિચાર કરવાને માટે ય થોભતો નથી. એ તો તરત જ પોતાના ક્રૂર વિચારનો અમલ કરવા માંડે છે. સ્વભાવે ક્રૂર આત્માઓ કારમામાં કારમું કૃત્ય કરતાં પણ વધુ વિચાર ન કરે, એ તેવા આત્માઓને માટે કોઈ વિશેષ વાત નથી. કથાકાર પરમર્ષિ ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથને મારી નાખવાના હેતુથી સમરવિજયે તરત જ ઘા કર્યો. સમરવિજયને ઘા કરતો જોઈને ત્યાં રહેલા નગરલોકો- “હા ! હા! આ શું ?' એવા પોકાર કરી રહ્યા છે, એટલામાં તો સાવધ એવા શ્રી કીર્તિચન્દ્ર રાજાએ સમરવિજયના તે ઘાને ચૂકાવી દીધો. કારમી અધમતા સામે અનુપમ ઉત્તમતા ઃ
હવે વિચાર કરો કે અહીં જો શ્રી કીર્તિચન્દ્ર રાજા કોપાકુલ બને, તો કેવું પરિણામ આવે? અને આટલું નજરે જોયા અને અનુભવ્યા પછી થોડી ક્ષણોને માટે પણ કોપ આવી જાય, તો તેમાં નવાઈ પામવા જેવું ય શું છે? પણ નહિ, શ્રી કીર્તિચન્દ્ર રાજા તો અક્રૂરતાના યોગે ક્ષમા અને ઉદારતા આદિ ગુણોથી વિભૂષિત બનેલા છે. પોતાના વડિલ બન્યુ પોતાના ઉપર ખૂબ ખૂબ પ્રેમ રાખે છે અને જેવો તેમણે નિધાન જોયો કે તરત જ મને દેખાડ્યો-એમ જાણવા છતાં પણ, સમરવિજયનું ચિત્ત ચલિત થયું, તેના હૈયામાં વડિલ બન્યુનો ઘાત કરીને પણ રાજયસુખ અને નિધિ પ્રાપ્ત કરવાનો વિચાર જન્મ્યો અને સ્વભાવે ક્રૂર એવા તેણે એ દુષ્ટ વિચારને આધીન બનીને વડિલ બન્યુ ઉપર ઘા પણ કર્યો ! આવી અક્ષમ્ય ધૃષ્ટતા પોતાના લઘુબંધુએ આચરી અને પોતે પ્રત્યક્ષપણે અનુભવી, છતાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથ અક્રૂર મનવાળા હોઈને લેશ પણ કોપને પોતાના હૈયામાં ઉત્પન્ન થવા દેતા નથી. લઘુ બન્યુની દુષ્ટતાને જોઇને, શ્રી કીર્તિચન્દ્ર રાજા તેના કારણને શોધે છે અને તેના કારણના નિવારણ માટે તત્પર બને છે. જરા પણ તપ્યા વિના કે વિહવલ બન્યા વિના શ્રી કીર્તિચન્દ્ર નરનાથ પોતાના લઘુ બન્યુ સમરવિજયને બાહુઓથી પકડી લે છે અને સૌથી પહેલી વાત એ