________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૩૩૩
વૃત્તાન્ત તો તમને પણ પ્રત્યક્ષ છે’ –એમ જણાવીને, પ્રવરજ્ઞાની શ્રી પ્રબોધ ગુરૂવરે એ વાત જણાવી છે કે-હજુ ય સમરવિજયનો કરેલો એક ઉપસર્ગ તારે સહવાનો છે, પણ તે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ ! હે રાજન ! તું ચારિત્રને સ્વીકારશે, તે પછીથી તે સમરવિજય એક વાર તને ઉપસર્ગ કરશે. એ પછી ક્રૂરતાનો સંગી એવો તે સમરવિજય, અનેક ત્રસ અને સ્થાવર જીવોને અહિતકારી બનશે અને દુઃસહ દુઃખોથી પોતાના દેહનું દહન કરતો થકો તે અનન્ત સંસારમાં રઝળશે.
શ્રી કીર્તિચન્દ્ર રાજાએ દીક્ષા લેવી ઃ
શ્રી પ્રબોધ નામના પ્રવરજ્ઞાની ગુરૂમહારાજાના શ્રીમુખેથી પોતાના અને સમરવિજયના પૂર્વભવોનો વૃતાન્ત સાંભળવાથી, શ્રી કીર્તિચન્દ્ર નરનાથનો વૈરાગ્ય ખૂબ જ વૃદ્ધિને પામ્યો. ગુરૂવર પધાર્યા પહેલાં પણ શ્રી કીર્તિચન્દ્ર નરનાથે પોતાના છેલ્લા દિવસો વિરસપણે જ નિર્ગમન કર્યા હતા, એ વાત આપણે જાણીએ છીએ. અને પરમ ગુરૂદેવના શ્રીમુખે પૂર્વભવોનો વૃત્તાન્ત સાંભળવાથી તેમનો વૈરાગ્ય ખૂબ જ વૃર્લિંગત બન્યો. શ્રી કીર્તિચન્દ્ર નરનાથે તરત જ દીક્ષિત બનવાનો નિર્ણય કર્યો અને એ માટે રાજ્યનો કાર્યભાર તેમણે પોતાના ભાણેજ હરિકુમારને સુપ્રત કર્યો. હરિકુમાર રૂપ વૃષભ ઉપર રાજ્યધુરાને સંક્રમિત કરીને, ગુરૂ વૈરાગ્યથી પરિંગત બનેલા શ્રી કીર્તિચન્દ્ર નરનાથે વ્રત ગ્રહણ કર્યું.
દીક્ષા પછીની અનુમોદનીય ઉત્તમ આરાધના :
વ્રત ગ્રહણ કર્યા બાદ આ રાજર્ષિએ જે આરાધના કરી છે,તે પણ ખૂબ જ અનુમોદવા લાયક છે. એ રાજર્ષિએ અતિ ઉગ્ર તપશ્ચર્યાના આસેવનથી પોતાના દેહને શોષિત કરી નાખ્યો, શુધ્ધ સિદ્ધાન્તને પણ સારી રીતિએ મોટા પ્રમાણમાં ભણ્યા અને ઉદ્યત ચિત્તવાળા બનેલા તેમણે અભ્યુદ્ઘત વિહારને પણ અંગીકાર કર્યો ! તારક મુનિપણાનો સ્વીકાર કર્યા પછીથી-તપ, પઠન-પાઠન અને ઉગ્ર વિહાર આદિ નિર્જરાસાધક કરણીઓને