________________
ચોદ ગુણસ્થાન ભાગ-૨
૩૩૫ થાય છે. વૈરને સ્મરતા એવા સમરે, ધ્યાનમાં રહેલ તે રાજર્ષિ મુનિવરની ગરદન ઉપર તલવારનો ઘા કરી, તે મુનિવરને હણ્યા. એ ઘાથી મુનિવરને ભારે વેદના થઈ. ભારે વેદનાથી પીડિત થયેલા તે રાજર્ષિ મુનિવર, એકદમ પૃથ્વીના તળ ઉપર પટકાઈ પડ્યા. અતિશય પીડાતા રાજર્ષિએ રેલા ઉમદા વિચારો ?
પાપાત્માઓ માટે આ વિશ્વમાં કશું જ અકરણીય નથી હોતું. રાજ્ય તજી મહામુનિ બનેલા એવા આત્મા ઉપર પણ, કારમો ઘા કરતાં સમરવિજયના અંતરમાં કંપ ન આવ્યો. ક્રૂરતાની ઉપાસનામાં પડેલાઓમાં આવી જ નિર્દયતા આદિ હોય છે. પાપાત્માઓની જયારે આવી દશા હોય છે, ત્યારે પુણ્યાત્માઓની જુદી જ દશા હોય છે. પાપાત્મા સમરે ગરદનમાં કારમો ઘા કરવાથી તેની કારમી વેદનાના યોગે શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ સહસા પૃથ્વીતળ ઉપર પડ્યા અને ખૂબ ખૂબ પીડાતા હતા : તે છતાં પણ તે પરમર્ષિ કેવા ઉમદા વિચારો કરે છે, એ પણ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. ગૃહસ્થપણામાં જયારે તેઓ રાજા હતા ત્યારે પણ, સમર તરફથી અનેક અકાર્યો થવા છતાં પણ, અનુપમ ઉદારતા શ્રી કીર્તિચંદ્ર નરનાથે દર્શાવી છે અને તે પણ એક વાર નહિ પણ અનેક વાર. એ તો આપણે જોઇ આવ્યા છીએ, પણ તે અવસ્થા કરતાં આ અવસ્થાની આપત્તિ ભયંકર છે, તો અત્યારે શ્રી કીર્તિચંદ્ર નરનાથ રાજા નથી પણ રાજર્ષિ છે. જેમ સમર પાપમાં ઉગ્ર બન્યો છે, તેમ નરનાથ આરાધનામાં પણ ઉગ્ર જ બન્યા છે. અન્યથા, પાપાત્મા સાથેનો સંબંધ આ સંસારમાં છૂટવો એ સુશક્ય નથી.
કારમી પીડાવાળી અવસ્થામાં પણ શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ ચિંતવે છે કે" Xxxરે બીવ ! તાપ, 3UUUવરતા વિવેરહિDUT I वियणो अमणाओ, नरएसु अणंतसो पत्ता ||9||" "गुरुभारवहणंकण-दाहवाहिसीउण्हरवुहपिवासाइ । દુરસદ,વંતોભી, તિરિ વિ વિરમદિયા વહુનો શા”