________________
ચૌદ વણસ્થાક ભાવ-૨
(૩૩૭ તપોથી દૂર જ ભાગવાની કોશીષ કરે છે, તેઓને જ્ઞાની માનવા એ પણ મુશ્કેલ છે. અમારી દુઃખમય સંસારથી છૂટવાની ઇચ્છા છે” –એમ કહેનારા, તપને પણ દુઃખ માનતા થઇ જાય-એના જેવી દુઃખની વાત એક પણ નથી. જાણે અનાદિ કાલમાં આજ સુધી નરક અને તિર્યંચગતિનાં દુઃખો અનુભવ્યાં જ ન હોય, માનવભવમાં પણ સુખમય દશા જ પસાર કરી હોય અને દેવભવોમાં પણ વ્હાલી મ્હાલીને જ આવ્યા હોય, એ રીતિએ પ્રભુશાસનને પામવા છતાં પણ સહવા યોગ્ય કષ્ટોથી નાસી છૂટવા મથનારાઓમાં મોક્ષની અભિલાષા છે કે નહિ, એ પણ શંકાસ્પદ વાત છે. સંસારને દુઃખમય માનનારા વિષયકષાય રૂપ સંસારની સાધના સાધુપણામાં પણ કરે, એના જેવું શોચનીય શું હોઈ શકે? ખરેખર, પ્રત્યેક હિતકામી મુનિએ આ રાજર્ષિના દુઃખના વિચારને હૃદયમાંથી એક ક્ષણ પણ દૂર કરવા જેવો નથી. જયારે જયારે આપત્તિ આવી પડે, ત્યારે ત્યારે આ વિચારને જીવંત રાખવાથી આર્તધ્યાન કદી જ સતાવી નહિ શકે. સાચા ધીર બનો !
આ પ્રમાણે ભોગવાએલ નરક અને તિર્યંચગતિનાં દુઃખોની સ્મૃતિ કર્યા બાદ, એ રાજર્ષિ પોતાના આત્માને “ધીર એવા સંબોધનથી સંબોધીને કહે છે કે
તે કારણથી હે ધીર! તે નરકગતિની અને તિર્યંચગતિની વેદનાઓ કરતાં આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! એવો તે કોણ હોય, કે જે સાગરને ઉતરીને ગોપદ જેટલા જલમાં ડૂબી મરે?”
ખરેખર, ધીર તે છે, કે જે પોતે બાંધેલ પાપો ઉદયમાં આવે ત્યારે શાંતિથી સહે. અંગીકૃત ઉત્તમ વસ્તુના નિર્વાહની તાકાત, એનું જ નામ સાચા અર્થની ધીરતા છે. એવી ધીરતા વિનાનાઓ જો પોતાની જાતને ધીર માનતા હોય, તો તેઓ શબ્દના જ્ઞાનથી પણ વંચિત છે એમ જ માનવું રહ્યું. પોતે જ બાંધેલ અશુભ કર્મના વિપાકનો ભોગવટો કરતાં કાયર બનનારાઓ અને એ વિપાકથી બચવા માટે અનેકાનેક પાપકર્મોનું આચરણ કરવા માટે