Book Title: Chaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 351
________________ ३४० ચૌદ ગુણસ્થાન ભાગ-૨ - આ રીતિએ ચરિત્રનું વર્ણન સંપૂર્ણ કર્યા પછીથી, પરમ ઉપકારી ચરિત્રકાર, આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા, ભવ્ય નરોને ઉદ્દેશીને અક્રૂરતા ગુણને અંગીકાર કરવાનો ઉપદેશ આપતાં ફરમાવે છે કે श्रुत्वेत्यशुद्धपरिणामविरामहेतोः । श्री कीत्तिचंद्रनरचंद्रचरित्रमुच्चैः । भव्या नरा ! जननमृत्युजरादिभीता । अक्रूरतागुणमगौणधिया दधध्वम् ।।१।।" જન્મ, મૃત્યુ અને જરા આદિથી ભયને પામેલા એવા હે ભવ્યો ! અશુદ્ધ પરિણામના વિરામના હેતુથી શ્રી કીર્તિચન્દ્ર નામના નરચંદ્રના ચરિત્રને સારી રીતિએ શ્રવણ કરીને અગૌણ બુદ્ધિથી અક્રૂરતા ગુણને ધારણ કરો ! આવાં ચરિત્રો પણ જન્મ, મરણ અને જરા આદિના ભયથી ડરનારા ભવ્ય જીવો માટે જ ઉપકારક છે. એવા ભવ્યોએ આવાં ચરિત્રો અશુદ્ધ પરિણામના વિરામના હેતુથી જ સાંભળવાં જોઇએ અને આવાં ચરિત્રો એ માટે સાંભળનારાઓએ જે દોષો તજવા માટે હોય તે દોષોને તજીને, ધારણ કરવા લાયક જે જે ગુણો હોય તે તે ગુણોને અગૌણ એટલે મુખ્ય-સુંદર એવી બુદ્ધિથી ધારણ કરવા જોઇએ. આવી આવી અનેક પ્રેરણાઓ આવા ઉપદેશમાંથી મળે છે. આવી સઘળીએ પ્રેરણાઓના પાનદ્વારા, સૌ કોઈ સુવિશુદ્ધ બનો અને શીધ્ર સિદ્વિપદના સાધક બનો, એ જ એકની એક મન:કામના.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372