________________
૩૩૮
ચોદ ગુણસ્થાનક ભાd1-૨ પણ ઉઘુક્ત બનનારાઓ, જો પોતાની જાતને ધીર માનવાને લલચાતા હોય, તો માનવું જ રહ્યું કે તેઓની અજ્ઞાનતાની અવધિ જ નથી. આ જ કારણે પરમર્ષિ એવા શ્રી કીર્તિચંદ્ર નામના રાજર્ષિ, પોતાના આત્માને ધીર’ તરીકે સંબોધ્યા પછી કહે છે કે-આ અતિ અલ્પ વેદનાઓમાં તું વિષાદ ન કર ! અન્યથા, ધીરપણું ચાલ્યું જ જશે. અનેક ભયંકરમાં ભયંકર વેદનાઓ સહ્યા છતાં પણ, આવી અતિ અલ્પ વેદનાઓમાં પણ વિષાદ કરવો, એ તો આખો સાગર તરી ગયા પછી ગાયના પગ જેટલા પાણીના ખાબોચીયામાં ડૂબી મરવા જેવું જ ગણાય ! ક્રૂરતાના ત્યાગની સલાહ :
આ રીતિએ પાપકર્મના ઉદયથી આવી પડેલી પ્રાણઘાતક આપત્તિના દુઃખને સહવા માટે આત્માને ધીર બનાવી દીધા પછી, પરમર્ષિ એવા રાજર્ષિ શ્રી કીર્તિચંદ્ર નામના તે મુનિવર, પોતાના આત્માને કહે છે કે
“હે આત્મન્ ! તું વિશુદ્ધ ચિત્તવાળો બન્યો થકો સઘળા ય જીવોમાં કૂરભાવને તજ અને બહુ કર્મના ક્ષયમાં સહાયક એવા સમરવિજયમાં વિશેષ પ્રકારથી કૂરભાવને તજ ! કારણ કે-પૂર્વે પણ તે ક્રૂરતા નથી કરેલી, તે કારણથી આ ભવમાં તને ધર્મ પ્રાપ્ત થયો છે.”
પોતાના ભાઇની, ક્રૂરતાના યોગે થયેલી કારમી દશાને સાંભળ્યા બાદ, રાજર્ષિ ક્રૂરતાથી ઘણા જ દૂર રહેવા ઇચ્છે છે. એ જ કારણે ધીર બન્યા પછી સઘળાય જીવોમાં કૂરભાવને તજવાની અને સમરવિજયમાં વિશેષ પ્રકારે કૂરભાવને તજવાની પોતાના આત્માને સલાહ આપે છે. વધુમાં તેઓ એમ પણ માને છે કે-પૂર્વમાં હું ક્રૂરતાનો ઉપાસક બન્યો નહિ, તો આ ભવમાં ધર્મને પામ્યો. હવે જો હું ભૂલ્યો અને ક્રૂરતાના ફંદમાં ફસ્યો, તો પામેલા ધર્મને હારી જઇશ અને ભવાંતરમાં પણ આત્મા માટે ધર્મને દુર્લભ બનાવી દઇશ. પાપ અને પ્રાણથી મુક્તઃ